તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોર્મ ચકાસણી:કઠલાલ તાલુકા પંચાયતની દાંપટ-10 સીટ પર ભાજપ બિનહરીફ જાહેર

નડિયાદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપના ઉમેદવાર કપિલા નાયરના ટેકેદારોએ એકબીજાને મોઢું મીઠું કરાવી જીતની ખુશી વ્યક્ત કરી - Divya Bhaskar
ભાજપના ઉમેદવાર કપિલા નાયરના ટેકેદારોએ એકબીજાને મોઢું મીઠું કરાવી જીતની ખુશી વ્યક્ત કરી
 • કોંગ્રેસના ઊર્મિલા વસાવાનું ફોર્મ ત્રણ સંતાનોને લઈને રદ કરી દેવામાં આવ્યું
 • ભાજપના ઉમેદવારના ટેકેદારોમાં અનેરો ઉત્સાહ ફેલાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઠલાલ તાલુકા પંચાયતની દાંપત 10 સીટો ઉપરની પેટા ચૂંટણીઓમાં ભાજપ પક્ષ બિન હરીફ તરીકે જાહેર થયો છે. સામા પક્ષે ઉભેલા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થઇ જતા આ સીટ બિનહરીફ જાહેર કરી દેવામાં આવી છે. જેના પગલે ભાજપના ઉમેદવારના ટેકેદારોએ ફટાકડા ફોડીને એકબીજાને મોઢું મીઠું કરાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી.

કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે કઠલાલ તાલુકા પંચાયતની દાંપત 10 સીટ ઉપરની પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષ બિન હરીફ તરીકે ચૂંટાઈ આવ્યું છે. સામા પક્ષે કોંગ્રેસના ઊર્મિલા વસાવાનું ફોર્મ ત્રણ સંતાનોને લઈને રદ કરી દીધુ હતું. જેથી આજે આ સીટ બિનહરીફ જાહેર કરી દેવામાં આવી છે.

ફટાકડા ફોડીને એકબીજાને મોઢું મીઠું કરાવ્યું
આ નિર્ણયના પગલે ભાજપના ઉમેદવાર કપિલા નાયર બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જેના કારણે તેમના ટેકેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ટેકેદારોએ તેમની ખુશીને વ્યક્ત કરવા માટે ઉત્સવનું આયોજન જેવો માહોલ બનાવી દીધો હતો. તેમણે પહેલા ઉમેદવારને હાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારબાદ ફટાકડા ફોડીને એકબીજાને મોઢું મીઠું કરાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો