ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો:ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણી માટે છેલ્લા દિવસોમાં ફોર્મ ભરવા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની દોટ

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમુરતા બાદ શુભ મુહૂર્તમાં ભાજપના 21 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ખેડા જિલ્લામાં સહકારી માળખામાં અગ્રમિતા ધરાવતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો આવ્યો છે. ફોર્મ ભરવાના એક દિવસ પહેલા આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવા દોટ મૂકી છે.

ખેડા જિલ્લા મધયસ્થ સહકારી બેંક KDCCની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા આમ તો 11મી જાન્યુઆરીથી શરૂ થઈ ચૂકી હતી. આ પ્રક્રિયા 17મી જાન્યુઆરી બપોર 3 વાગ્યા સુધી ચાલુ રહેનાર છે. ત્યારે કમુરતા ઉતર્યા બાદ ભાજપ-કોંગ્રેસે આજે એટલે કે છેલ્લા દિવસોમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરવા દોટ મૂકી છે.

બન્ને પક્ષો દ્વારા પોતાના રાજકીય પક્ષોને સ્થાપવા એડીચોટીનું જોર લગાવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ સહકારી બેંક કોંગ્રેસના હાથમાં છે. પરંતુ ચાલુ વર્ષે સૌપ્રથમ વખત ભાજપ 21 ઉમેદવારો સાથે આ બેંકની ડિરેક્ટર્સની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 4 મહત્વના વિભાગો સેવા વિભાગ, સહકારી વિભાગ, દૂધ ઉત્પાદક વિભાગ અને વ્યક્તિગત વિભાગમાં ચૂંટણી થનાર છે.

છેલ્લા દિવસોમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવા નડિયાદ કલેકટર ઓફિસ ખાતે દોટ મૂકી છે. જેના કારણે કોરોનાની ગાઇડલાઇન્સના લીરેલીરા ઉડ્યા હતા. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા હતા. આજે ફોર્મ ભરવાની વિગતો જોઈએ તો ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ સહિત ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 18મી જાન્યુઆરીના રોજ ઉમેદવારી પત્ર ચકાસવાની તારીખ અને 20મી જાન્યુઆરી પરત ખેંચવાની તારીખ છે જે બાદ ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...