તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • Bitter Experience Of An Insurance Company To A Senior Citizen Of Dakor, The Insured Knocking On The Door Of The Court Paying Only Half The Amount

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:ડાકોરના સીનિયર સિટીઝનને વિમા કંપનીનો કડવો અનુભવ, માત્ર અડધી રકમની જ ચૂકવણી કરતા વિમાધારકે કોર્ટનો દરવાજો ખખડાવ્યો

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ઈન્સ્યોરન્સ કંપનીએ અરજદારને આંખોની સારવારનો ખર્ચ અડધો આપતા જિલ્લા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી
 • જિલ્લા ગ્રાહક તકરાર નિવારણે વિમા કંપનીને વિમાધારકની બાકી પડતી રકમની અરજી તારીખથી 7% વ્યાજના દર સાથે એક માસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે

ડાકોર ભવન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને જીવન અને શિક્ષણના પાઠ ભણાવી રિટાયર્ડ થયેલા પ્રોફેસરે જનરલ વીમા કંપનીને પ્રામાણિકતાના પાઠ ભણાવી સબક શીખવ્યો છે. જીવનની ઢળતી ઉંમરે આંખોની તકલીફ થતા ડોક્ટરે બન્ને આંખે મોતીયાનું ઓપરેશન કરાવવા સૂચવ્યું હતું. જે મુજબ એક બાદ બીજી આંખ એમ ઓપરેશન કરાવ્યું હતું. પ્રોફેસર વી.જે.શાહ દ્વારા મેડિકલ વીમો લેવામાં આવ્યો હતો. જીવનભર વીમા રકમ ભરી હતી અને પહેલી તકલીફ આવતા મોતીયાના ઓપરેશન બાદ વીમા કંપનીને ક્લેમ મોકલવામાં આવતા વીમા કંપની દ્વારા અડધી રકમ જ પાસ કરવામાં આવી હતી.

ગ્રાહક અદાલતે વ્યાજ સહિત રકમ ચૂકવવાનો આદેશ કર્યો
હોસ્પિટલમાં ઓપરેશનના તમામ પ્રમાણિત પેપર્સ પ્રોફેસર દ્વારા વીમા કંપનીને મોકલી આપ્યા હતા. પરંતુ વિવિધ ક્ષતિઓ કાઢી વીમા કંપનીએ અડધી રકમ જ પાસ કરતા પ્રોફેસર વી.જે.શાહ દ્વારા વીમા કંપનીને કાયદેસરના પાઠ ભણાવવા એડવોકેટ આશુતોષ શાહ (લોટવાલા)મારફતે ગ્રાહક અદાલતમાં કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો. જેનો ચુકાદો આવતા યુનાઇટેડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ પ્રોફેસરને ઓપરેશનની તમામ રકમ વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ કર્યો છે.

કુલ 97 હજારનો ખર્ચ થયેલો
ડાકોર કાપડ બજારમાં રહેતા અને નિવૃત્તીમય જીવન ગુજારતા પ્રોફેસર વી.જે.શાહે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીમાંથી મેડિકલ પોલીસી લીધી હતી. જેનું પ્રીમિયમ પણ નિયમિત રીતે તેઓ ભરતા હતા. 70 વર્ષની વયે પ્રોફેસર વી.જે.શાહને પોતાની બન્ને આંખોમાં તકલીફ જણાતા તેઓએ એક પછી એક બન્ને આંખોમાં મોતીયાનું ઓપરેશન કરાવ્યું અને આંખમાં મણી મુકાવ્યો હતો. જેનો એક આંખની સારવારનો ખર્ચ 48 હજાર 500 રૂપિયા, એમ બે આંખોના રૂપિયા 97 હજાર થયા હતા.

ઈન્સ્યોરન્સ કંપની ક્લેમના નાણાં ચૂકવવા આનાકાની કરી
પ્રો. વી.જે.શાહ આ સારવારના તમામ આધાર પુરાવા ઉપરોક્ત ઈન્સ્યોરન્સ કંપની પાસે રજૂ કરી બે આંખોના બે જૂદા જુદા ક્લેમ ફાઇલ કર્યા હતા. જે પૈકી વિમા કંપનીએ બન્ને આંખોના અડધા રકમની ચૂકવણી કરી હતી. જ્યારે બાકીની બીજી રકમ ચૂકવવા વિવિધ ક્ષતિ કાઢી ક્લેમના નાણાં ચૂકવવા કંપની આનાકાની કરી રહી હતી. આથી પ્રો. વી.જે શાહે એડવોકેટ આશુતોષ શાહ(લોટવાલા)મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવેલી હતી.

વિમા કંપનીએ અરજદારને વળતર આપવા જણાવ્યું
અરજદારે ગયા વર્ષે આ ફરિયાદ દાખલ કરાવી હતી. વર્ષ 2021ના જાન્યુઆરી મહિનામાં આ કેસ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં અરજદાર પ્રો.વી.જે.શાહની તરફેણમાં ચુકાદો અપાયો છે. તેમના પક્ષના વકીલ એ.એમ.શાહે ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરતા કોર્ટે યુનાઇટેડ ઈન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના મુખ્ય ડીવીઝન મેનેજરને ક્લાઈન્ટની બાકી પડતી બન્ને આંખના ખર્ચની કુલ રકમ 39 હજારની અરજી તારીખથી વ્યાજના દર સાથે એક માસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. ઉપરાંત વિમા કંપનીએ અરજદારને વળતર પેટેની રકમ તથા અરજીનો ખર્ચ ચૂકવી આપવા પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો