તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ નં.10:બિસ્માર રસ્તા - ગંદકીથી હાલાકી પશુઓના શિંગડે ભેરવાતાં રહિશો

નડિયાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
વોર્ડ નંદસમાં રખડતા પશી અને ગંદકીથી રહિશો ત્રસ્ત છે. તેમાં પણ માઇ મંદિર પાસે બારેમાસ ગંદકી હોય છે. - Divya Bhaskar
વોર્ડ નંદસમાં રખડતા પશી અને ગંદકીથી રહિશો ત્રસ્ત છે. તેમાં પણ માઇ મંદિર પાસે બારેમાસ ગંદકી હોય છે.
 • માઇ મંદિર ગરનાળાનો પ્રશ્ન : રસ્તો ખોદ્યા બાદ તેની મરામત કરાઇ નથી

નડિયાદ શહેરના વોર્ડ નંબર 10 ના રહીશો એક નહીં પણ અનેક સમસ્યાઓ સામે મૌન રહીને ઝઝુમી રહ્યા છે. આ વિસ્તારમાં ગંદકીનો કાયમી પ્રશ્ન જોવા મળે છે. આ ઉપરાંત વર્ષોથી માઇ મંદિર ગરનાળાની સફાઇના પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવાની માત્ર ને માત્ર વાતો જ કરેે છે, પરંતુ કોઇજ પ્રકારની કામગીરી કરાતી નથી.

છાશવારે માઇ મંદિર ગરનાળા પાસે ગટર ઉભરાય છે અને અહીં કચરાના કાયમી ઢગ ખડકાયેલાં જ જોવા મળે છે. આ ઉપરાંત શારદા મંદિર ચોકડીથી માઇ મંદિર ચોકડી સુધી પાઇપ લાઇન નાખવા માર્ગની વચ્ચોવચ્ચ ખોદકામ કરાયા બાદ, તે ખાડાઓનું યોગ્ય પુરાણ કરવાની કે મરામત કરવાની તસ્દી લેવાઈ નથી.

વોર્ડની સ્થિતિ
1 અન. આદિજાતી, 1 સા. સ્ત્રી,
1 પછાત વર્ગ, 1 સામાન્ય સ્ત્રી

મતદારો કેટલા ?
પુરૂષ મતદારો7713
મહિલા મતદારો7516
અન્ય મતદારો0
કુલ મતદારો15229

વોર્ડનં-10 નો વિસ્તાર

નગરપાલિકા બાગ, શાળા નં.5 નિત્યાનંદ સોસાયટી, વલ્લભનગર-2, શ્રેયસ ગરનાળા, કલા મંદિર, વૈશાલી સિનેમા ગરનાળા સુધીનો વિસ્તાર.

રહેવું દુષ્કર બન્યું છે
લોકો તળાવ કિનારે જ શૌચ કરવા બેસે છે. પાલિકામાં રજુઆત કરીએ તો સફાઇ થાય છે. આ ઉપરાંત પીવાનું પાણી પુરતા દબાણથી આવતું નથી. > કાજલ પ્રજાપતિ, નવરંગ સોસાયટી

મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
વલ્લભનગરમાં પાણી ભરાતા મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. આ રસ્તો તોડી નાંખ્યા બાદ બનાવ્યો નથી. જેને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. > દેવજીભાઈ પ્રજાપતિ, દીપક સોસાયટી

રોડના ખાડા પૂરાતા નથી
અા વિસ્તારમાં મુખ્ય રસ્તા પર પાણીની લાઇન નાંખી છે. જેના માટે રસ્તો તોડી નાંખ્યા બાદ નવો બનાવ્યો નથી. પાણીની લાઇન પણ ઉપર આવી ગઇ છે. > હરિશભાઈ રબારી, જય ભવાની સોસાયટી

સફાઇ-પાણીની સમસ્યા છે
આ વોર્ડમાં નિયમિત સફાઇ થતી નથી. પાણી પણ પુરતા દબાણથી આવતું નથી. શારદા મંદિરથી વલ્લભનગરનો રસ્તો તોડી નાંખ્યો છતાં નવો બનાવ્યો નથી. > નરેન્દ્ર નકુમ, દુર્ગા સોસાયટી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો