તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:નડિયાદમાં ઇપ્કોવાલા હોલ ખાતે રાષ્ટ્રીય શાયરની 125મી જન્મ જયંતિ ઉજવાશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28મી ઓગષ્ટે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ઉજવણી કરાશે
  • ઉજવણી પહેલા આજે જિલ્લા કલેક્ટરે બેઠક યોજી માહિતી મેળવી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મ જયંતિની ઉજવણી કરવાનો નિર્ણય સરકાર દ્રારા લેવામાં આવ્યો છે. રાજ્ય રમગ-ગમત, યુવા અને સાંસ્ક્રુતિક વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપુક્રમે રાજ્ય પ્રા તમામ જિલ્લાઓમાં તા.28મી ઓગષ્ટના રોજ ઉજવણી કરવામાં આવનાર છે. આ અંતર્ગત ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ઇપ્કોવાલા હોલ ખાતે આ ઉજવણી ઉજવવામાં આવનાર છે.

આ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય, બાળ સંરક્ષણ આયોગના ચેરમેન જાગુતિ પંડયા ખાસ હાજર રહેશે. આ ઉજવણી પૂર્વે જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી દ્રારા આ કાર્યક્રમની પુર્વ તૈયારી અને આયોજન અંગે બેઠક બોલવવામાં આવી છે.

ગુરુવારે કલેકટર કચેરી ખાતે મળેલ આ બેઠકમાં કાર્યક્રમને અનુરૂપ વ્યવસ્થા અને સુચારૂ આયોજન અંગે સુચનો કલેકટર દ્વારા કરાયા છે. સવારે 10:30 કલાકે કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય દ્રારા કરાશે. ત્યારબાદ મેઘાણીજીના જીવન પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રજૂ કરાશે. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે મેઘાણીજીના પુસ્તકોના સેટનું જિલ્લા અને તાલુકા ગ્રંથાલયને વિતરણ પણ કરવામાં આવનાર છે. સાથે સાથે રાષ્ટ્રીય શાયર રચિત ગીતોની કલાકારો દ્રારા પ્રસ્તુતિ અને અંતમાં રાષ્ટ્રગીત દ્રારા કાર્યક્રમનું સમાપન થશે.

અન્ય સમાચારો પણ છે...