131મી જન્મ જયંતી:ખેડા જિલ્લામાં ઠેર ઠેર ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કપડવંજ - Divya Bhaskar
કપડવંજ

કપડવંજમાં જય ભીમ સેવા મંડળના ઉપક્રમે તાલુકા કક્ષાની ડો.બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મ જયંતી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના રોહિત વાસ માંથી શોભાયાત્રા પ્રસ્થાન થઇ નગરના રાજમાર્ગો પર ફરી હતી. અને બાબાસાહેબની પ્રતિમા પાસે સંપન્ન થઇ હતી. જય ભીમ સેવા મંડળના પ્રમુખ મનુભાઈ પરમાર, ઉપપ્રમુખ ગોવિંદભાઈ વણકર વગેરેએ પ્રતિમાને સુતરની આંટી અને ફુલહાર અર્પણ કર્યા હતા.

નડિયાદ
નડિયાદ

નડિયાદ સંતરામ રોડ પર આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન દિનેશચંદ્ર રોઠોડ, સંગઠનના ઐયુબ ખાન પઠાણ, ગોકુલ શાહ, જીતેન્દ્ર પટેલ, એસ.કે.બારોટ, સહિતના આગેવાનો હાજર રહી બાબાસાહેબ અમર રહો ના નારા લગાવ્યા હતા.

બાલાસિનોર
બાલાસિનોર

બાલાસિનોર નગર વિસ્તારમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જયંતિ નિમિતે રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ આંબેડકરની પ્રતિમાને ફુલના હાર ચડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ભુપેન્દ્ર ચૌહાણ, મુકુંદભાઈ ચૌહાણ, ભીમ યુવા સંગઠન તથા ભારે સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ખેડા
ખેડા

બાબાસાહેબ આંબેડકરના જન્મ દિવસની ઉજવણીમાં ખેડા જિલ્લા આર.એસ.એસ પણ જોડાયુ હતુ. સામાજિક સમરસતા વિભાગ દ્વારા ડો.આંબેડકરને જન્મ દિવસ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા સંયોજક-નરેશભાઈ, ભાટીયા, તાલુકા સંઘચાલક-મનસુખભાઈ પટેલ, કાર્યક્રમમાં પ્રાંત સદસ્ય-કમલેશભાઈ સુતરીયા, કાર્યકર્તા-વિશાલભાઈ મિસ્ત્રી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...