તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ગળતેશ્વરના ડાકોર-સેવાલીયા રોડ પર એસટી બસની ટક્કરે બાઈક ચાલકનું મોત

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવાલીયા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાના ચક્રો ગતિમાન કર્યા

ખેડા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. આજે સવારે ગળતેશ્વરના ડાકોર-સેવાલીયા રોડ પર પુરપાટે આવતી એસ.ટી બસે મોટરસાયકલને ટક્કર મારતાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ લેવાની કાર્યવાહી આરંભી દીધી છે.

ગળતેશ્વર તાલુકાના ડાકોર-સેવાલીયા રોડ પર જુની માલવણ પાસે મંગળવારની સવારે 10 વાગ્યાની આસપાસ જંબુસરથી કારંટા જતી એસ.ટી બસ પસાર થઈ રહી હતી. ત્યારે આ બસના ચાલકે અહીંયાથી પસાર થઈ રહેલ મોટરસાયકલને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક વાહન સાથે રોડ પર પટકાતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે બસ પણ આગળ ઉભી રહી હતી.

જે બાદ આસપાસના લોકો દોડી આવ્યા અને ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનો જીવ બચી જાય તે માટે 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ આ યુવકે દમ તોડી દીધો હતો. એમ્બ્યુલન્સના તબીબો ત્યાં પહોંચી આ યુવકને તપાસતાં મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકના વોલેટ ચેક કરતાં તેમાંથી તેનું આધાર કાર્ડ મળી આવતાં મૃતકનું નામ મારવાડી મોહનભાઈ હરીશભાઈ (ઉ. વ. 38, રહે. પાલી, તા. ગળતેશ્વર) હોવાનું ઉજાગર થયું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...