તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વિરપુરમાં જેસીબીની ટક્કરથી બાઇકસવારનું મોત : એક ગંભીર

નડિયાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જેસીબી રિવર્સ લેતી વખતે ગમખ્વાર અકસ્માત સર્જાયો

વિરપુર નજીક રોડ ઉપર માટી પુરાણ કરતી વખતે જેસીબીની ટક્કરથી બાઇકસવાર બે યુવાનને ગંભીર ઇજા થઇ હતી. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે તેની સાથેના યુવકને ગંભીર ઇજા થતાં દવાખાને ખસેડાયો હતો. આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વિરપુર તાલુકાના કોયડમ, નાનસલાયઇ ભાગ-2 રહેતાં રૂપાભાઇ ભેમાભાઇ બારીયા (ઉવ.45)એ વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમનો દીકરો સુરેશભાઇ રૂપાભાઇ બારીયા તથા શૈલેષભાઇ પર્વતભાઇ બારીયા બાઇક લઇને કુંભારવાડીથી વિરપુર આવતાં હતા. ત્યારે સહજાનંદ પેટ્રોલપંપથી વિરપુર તરફ રોડની બાજુમાં JCB મશીનથી પાઇપલાઇન નાખી હોઇ જેનું માટી પુરાણ કામ ચાલતું હોઇ જેસીબી મશીનના પાવડામાં માટી ભરી રીવર્સ લેતી વખતે બાઇકસવાર સુરેશભાઇ રૂપાભાઇ બારીયાના માથાના ભાગે રેતી ભરેલો પાવડો વાગતાં સુરેશભાઇ તથા શૈલેષભાઇ બાઇક સાથે માટીના ઢગલા ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં જેસીબીના માટી ભરેલો લોખંડનો પાવડો સુરેશભાઇને માથાના ભાગે વાગતાં તેનું મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે શૈલેષભાઇને ગંભીર ઇજા થઇ હતી. આ અંગે વિરપુર પોલીસે જેસીબી મશીનના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો