તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખેડાના ચાંદણામાં શ્વાન આડુ આવતા બાઈક સ્લીપ થયું, પુત્ર ઘાયલ, પિતાનું મોત

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પિતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
  • અકસ્માત સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

રોડ પર રખડતા પશુઓ અને શ્વાનના કારણે કેટલીક વખત જીવલેણ અકસ્માત સર્જાતા હોય છે. ખેડાના ચાંદણાના પિતા-પુત્રને ગામની સીમાડે જ અકસ્માત નડ્યો છે. જેમાં પિતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. રોડ પર એકાએક શ્વાન આવી જતાં મોટરસાયકલ સ્લીપ ખાઈ ગયું હતું. આ અકસ્માત સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

ખેડા તાલુકાના ચાંદણા ગામે ઠાકોરવાસમાં રહેતા 45 વર્ષિય પુનમ પરમાર ગત 26મી ઓગસ્ટના રોજ સાંજના સમયે પોતાના પુત્ર ભાવેશ સાથે મોટરસાયકલ પર બેસીને પોતાના કૌટુંબિક ભાઈની ખબર કાઢવા જઈ રહ્યા હતા. ભાવેશે તેના મિત્રનું મોટરસાયકલ (નં.GJ 07 CJ 1540) લઈને પોતાના પિતાને બેસાડી શેત્રા ગામે જઇ રહ્યો હતો. આ દરમિયાન ગામની સીમમાં પેટ્રોલપંપ નજીક રોડ પર એકાએક શ્વાન આડુ આવી જતાં મોટરસાયકલ ચાલક ભાવેશે સોર્ટ બ્રેક મારી હતી. આથી વાહન સ્લીપ ખાઈ ગયું હતું.

આ અકસ્માતમાં પિતા-પુત્ર ઘવાયા હતા. પુનમભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં સ્થાનિકોની મદદ મેળવી ભાવેશ પોતાના પિતાને ખેડા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ગતરોજ વહેલી સવારે પુનમભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે ભાવેશ પરમારની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...