તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ખેડા-ધોળકા રોડ પર બોલેરોની ટક્કરે બાઈક ચાલક ઈજાગ્રસ્ત

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહેમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો
 • ખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ખેડાના વાસણા બુઝર્ગના વાડી વિસ્તારમાં રહેતા 45 વર્ષિય પુરુષને અકસ્માત નડ્યો છે. પોતાના ભત્રીજાની ખબર જોવા નીકળેલા વ્યક્તિ ખેડામાં પોતાનું કામ પતાવી વાસણા બુઝર્ગ પરત જતા સમયે બોલેરોએ ટક્કર મારતા જમીન પર પટકાયા બાદ તેમને ઈજાઓ પહોંચી હતી.

આ મામલે મળતી વિગતો મુજબ નગીનભાઈ પરમાર પોતાનું બાઈક લઈ માતર ખાતે દાખલ ભત્રીજાની ખબર જોવા નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ ખેડામાં પોતાનું કામ પતાવી વાસણા બુઝર્ગ પરત જવા નીકળ્યા હતા. આ સમયે ગાંધીપુરાથી થોડા આગળ જતા પાછળથી બોલેરોના ચાલકે નગીનભાઈને ટક્કર મારી હતી. જેમાં નગીનભાઈને પગે ફેક્ચર થયુ હતુ. આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતા તેઓ સ્થળ પર પહોંચી નગીનભાઈને મહેમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ અંગે નગીનભાઈએ ઉપરોક્ત વાહન ચાલક વિરુદ્ધ ખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો