કોરોના વોરિયર્સ:ભાટેરાની પરિચારિકા ક્રિષ્ના 25 દીને ઘરે આવી, હેમખેમ પરત ફરતા ગ્રામજનોએ નર્સ ઉપર પુષ્પવર્ષા કરી થાળી વગાડી સ્વાગત કર્યું

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર તરફથી મળતી તમામ સૂચનાઓનું પાલન કરીશું તો જ આપણે આ કોરોનામાંથી મુક્ત થઇને રહીશું. આ શબ્દો છે મૂળ કઠલાલના ભાટેરાના અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં 23 વર્ષીય નર્સ ક્રિષ્નાબેન પટેલે જણાવ્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોવિડ-19 માં કોરોના પોઝિટિવ કેસના દર્દીઓની સતત 25 દિવસ સુધી સારવાર કરવાની ફરજ બજાવ્યા બાદ પરિચારિકા ક્રિષ્નાબેન પટેલ પોતાના વતન કઠલાલના ભાટેરા ગામે પરત ફર્યા હતા. ગામની દીકરીને હેમખેમ નીહાળી નાગરિકોએ તેણીની ઉપર પુષ્પવર્ષા કરી, ફુલહાર પહેરાવી થાળી વગાડી સ્વાગત કર્યું હતુ. કોરોના વોરિયર નર્સ ક્રિષ્નાબેનની આંખોમાં પણ ગ્રામજનોની હેતભીની લાગણી જોઇને ઝળઝળિયા આવી ગયા હતા. તેમણે કહ્યું કે, આપણે સરકાર તરફથી મળતી તમામ સૂચનાઓનું પાલન કરીશું તો જ આ મહામારીમાંથી મુક્ત થઇને રહીશું. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ કામ સિવાય બહાર નીકળવું નહિ અને બાળકો તથા વૃધ્ધોની ખાસ કાળજી લેવી જરૂરી છે. તમામે પોતાના ચહેરા ઉપર માસ્ક ફરજિયાત પહેરવું. સોશિયલ ડિસ્ટન્સ ખાસ જાળવવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...