તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • After The Bharuch Fire, The System Is Ready To Inspect 42 Hospitals In Kovid Within 48 Hours In The Entire District Including Nadiad.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયર સેફ્ટીની ચકાસણી:ભરૂચ અગ્નિ કાંડ બાદ નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં 48 કલાકની અંદર કોવિડની 42 હોસ્પિટલોની તપાસ કરવા તંત્ર સજ્જ

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • આજે નડિયાદની 24 કોવિડ હોસ્પિટલોની ફાયર સેફ્ટી બાબતે ચકાસણી આરંભાઈ

કોવિડની હોસ્પિટલોમાં અવાર નવાર બનતાં આગના બનાવોમાં ક્યારેક લોકોના જીવ હોમાયા જાય છે. ગતરાત્રે ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલ આગની ઘટના બાદ ખેડા જિલ્લાનું તંત્ર સફાળું જાગ્યું છે. તંત્ર એ આજે અને આવતીકાલે એમ બે દિવસમાં જિલ્લાની કુલ 42 કોવિડ હોસ્પિટલોમાં ચકાસણી કરશે. જે પૈકી આજે નડિયાદની કોવિડ 24 હોસ્પિટલોની ચકાસણી કરવામાં આવી રહી છે.

ભરૂચ કોવિડ હોસ્પિટલમાં લાગેલ આગની ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. સમગ્ર ખેડા જિલ્લામાં આવેલ કોવિડની હોસ્પિટલોમાં ચકાસણી કરવા તંત્રએ તૈયારી બતાવી છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ દરમિયાન જિલ્લાની સરકારી અને ખાનગી મળી કુલ 42 કોવિડની હોસ્પિટલોમાં ચકાસણી કરાશે.

આજે પ્રથમ તબક્કે નડિયાદની 24 જેટલી સરકારી અને ખાનગી હોસ્‍પિટલોમાં ફાયર સેફ્ટીને લઈ ચકાસણી કરવામાં આવી રહી છે. જે બાબતે આજે પ્રાંત અધિકારીનો ટેલીફોનીક સંપર્ક સાંધતા તેઓએ જણાવ્યું છે કે, જે હાલ નડિયાદની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવી રહી છે.

હોસ્પિટલોમાં ઈલેક્ટ્રીક સોર્ટ સર્કીટ થાય ત્યારે ફાયર સેફ્ટી ખુબજ ઉપયોગી બને છે. તેમ છતાં પણ અમુક હોસ્પિટલોમાં આવી ખામીઓ જોવા મળતા ભરૂચ જેવી ઘટનાનો ભોગ બનવું પડે છે. સમગ્ર જિલ્લાની 42 કોવિડ હોસ્પિટલોમાં ચકાસણી કરવામાં આવશે અને તેમાં કોઇ ફાયર સેફ્ટી બાબતે ક્ષતિ દેખાશે તો તે હોસ્પિટલન ધ્યાન દોરીશુ. ધ્યાન દોરવા છતાં પણ તે ક્ષતિ દુર નહી કરે તો ફાયર સેફ્ટીના નિયમો મુજબ કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું છ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો