તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે નવી યાદી તૈયાર થશે:નડિયાદ પાલિકાની ચૂંટણી માટે ભાજપમાં ભાંજગડના ભણકારા, નવા નિયમોથી કેટલાય વેતરાશે

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નડિયાદ નગરપાલિકા સહિતની 5 પાલિકા અને 8 તાલુકા પંચાયતની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે. જેમાં કોણ ઉભુ રહેશે ? કોણ નહીં રહે ? તે માટે નામોની યાદી તૈયાર થઇ રહી છે. બીજી તરફ પ્રદેશ દ્વારા નવી જ નિયમાવલી નક્કી કરવામાં આવતા ભાજપના સિનીયરોમાં સોપો પડી ગયો છે અને નિરીક્ષકો નવેસરથી ટીકીટ વાંચ્છુઓને સાંભળી યાદી તૈયાર કરશે. જો કે આ સ્થિતિમાં ભાંગજડ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.

નડિયાદ પાલિકાની 52 બેઠક માટે મુરતિયા શોધવા માટેની કામગીરી ચાલી રહી છે. હજુ ગયા સપ્તાહે જ નિરીક્ષકોએ ખાસ પેનલ બનાવી પ્રદેશમાં મોકલવાની તૈયારી હાથ ધરી હતી. પ્રદેશ કક્ષાએ ત્રણ નવા નિયમોેમાં 60 વર્ષથી વધુ ઉંમરના, ત્રણ ટર્મથી વધુ વખત ચુંટાયેલા અને હોદ્દેદારોના સગાને ટીકીટ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિયમોના પાલન માટે બીજા દિવસે પણ આદેશો છુટ્યા હતાં. જેથી ભાજપના કેટલાક સિનીયર કોર્પોરેટરોમાં અસંતોષની લાગણી જન્મી છે. આ અંગે બેઠકોનો દોર શરુ થઇ ગયો છે. બીજી તરફ જિલ્લાના હોદ્દેદારો પણ જરૂર પડે ત્યાં બાંધછોડ કરીશું તેમ જણાવી અસંતોષ ઠારવા કોશીષમાં લાગ્યાં છે. હાલ આ નિયમો મુજબ ચાર કાઉન્સીલરની ટીકીટ કપાય તે નક્કી છે. આમ છતાં ફરી એક વખત નિરીક્ષકો આવી રહ્યા છે અને ટીકીટ વાંચ્છુઓને સાંભળી નવી યાદી તૈયાર કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો