તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:નાણા ટ્રાન્સફર માટે ટેક્સના નામે રકમ પડાવતી ટોળકીથી સાવચેત રહો

નડિયાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહુધા ખાતે RBI દ્વારા સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મહુધા ખાતે રીઝર્વ બેન્ક અને બેંક ઓફ બરોડા દ્વારા નાણાકીય સાક્ષરતા જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હવે છેતરપિંડી માટે નવી મોડસ ઓપરેન્ડી અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં આપના સ્નેહીજનનું અવસાન થયું હોય તો તેની વિગત મેળવી તેના ખાતામાં નાણાં પડ્યા છે, જે ટ્રાન્સફર કરવા ટેક્સ ભરવો પડશે. તેમ કહી રકમ ખંખેરી લે છે. આ ઉપરાંત છેતરપિંડીની અન્ય મોડસ ઓપરેન્ડી પર પ્રકાશ પાડયો હતો. આ પ્રસંગે રીઝર્વ બેંક ઓફ, ઇન્‍ડીયા, અમદાવાદના ડીજીએમ વિજય રૈનાના અધ્યક્ષ સ્થાને હાજર રહ્યાં હતાં.

જેઓએ પોતાના પ્રવચનમાં બેકીંગ સીસ્‍ટમની પધ્ધતિ, આરબીઆઇની કામગીરી, આરબીઆઇ અને ગર્વનમેન્‍ટ તેમજ આરબીઆઇ અને અન્‍ય બેંકના સબંધો અને કામગીરીની વિસ્‍તૃત છણાવટ કરી હતી. જોકે, ડીઝીટલ અવરનેશ અંગે વકતવ્ય આપતા આરબીઆઇના એજીએમ શીલાદેવીએ જણાવ્‍યું કે, આજકાલ બેંક ફ્રોડના ખુબ જ કિસ્‍સાઓ વધ્યા છે ત્યારે દરેક બેંક હોલ્‍ડરોએ તેમાં વિશેષ કાળજી રાખવાની જરૂર છે. તેઓએ રીઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલ હોશીંયાર બનો, સમજદાર બનો અને જવાબદાર બનો સ્‍લોગનની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો