તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:રાત્રે એક કલાકની વધુ છુટછાટ માટે નડિયાદમાં ખાણીપીણીના સંચાલકોએ કલેકટરને રજૂઆત કરી

નડિયાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નડિયાદમાં કોરોનાના વધતા સંક્રમણને નાથવા રાત્રે 9 વાગ્યા બાદ વેપાર ધંધા બંધ કરાવી દેવાય છે
 • ઉપરોક્ત સમયમાં એક કલાકની વધુ છુટ આપવા આવે તેવી ખાણીપીણીના સંચાલોકોએ માંગણી કરી

નડિયાદમાં કોરોનાના વધતા સંક્રમણને નાથવા તંત્ર હરકતમાં આવ્યું છે અને રાત્રીના 9 વાગ્યા બાદ તમામ વેપાર ધંધા બંધ રાખવા અપીલ કરાઈ છે. જેની સામે નડિયાદ રેસ્ટોરન્ટ ખાણીપીણીના સંચાલોકોએ અધિક કલેકટરને લેખિત રજૂઆત કરી ઉપરોક્ત સમયમાં એક કલાકની છુટ આપવા આવે તેવી રજૂઆત કરી છે.

શનિવારે નડિયાદના રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સંચાલોકો કલેકટર કચેરીએ ભેગા થયા હતા અને જિલ્લા અધિક કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી કે, શહેરમાં વધતાં જતાં કોરોનાના કેસોને કાબુમાં લાવવા અમે સૌ તમારી સાથે જ છીએ. અમે અમારા તમામ ખાણીપીણીના વ્યવસાયમાં કોવિડની ગાઈડલાઈનનું પાલન કરીએ છીએ. પરંતુ જે રાત્રે 9 વાગ્યે બજાર બંધ કરવામાં આવે છે તે સમયમાં એક કલાકનો વધારો કરી છુટછાટ આપવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે.

આ છુટછાટ મળે તો અમારો વ્યવસાય ચાલી શકે એમ છે. કોરોનાના કાળમાં છેલ્લા વર્ષથી પડી ભાગેલા આ ધંધાને બહોળો ફટકો વાગ્યો છે. રાત્રે માત્ર એક કલાક એટલે કે 9ના બદલે 10 વાગ્યાનો સમય આપવા હોટલ અને ખાણીપીણીના સંચાલોકોએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો