તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અકસ્માતમાં વિકલાંગ બની પણ મનોબળ મજબૂત રાખ્યું

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુધાની યુવતિએ નડીયાદ GIDCમાં ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી હતી

મહુધાના મોટી ખડોલ ગામની હર્ષાલી પટેલ સંઘર્ષ ભર્યા જીવનમાં પોતાનું મનોબળ એટલી હદે મજબૂત રાખ્યુ કે, પોતાના બંને પગે વિકલાંગ થઈ જવા છતાં કોલેજમાં એમ. એ.નું ફોર્મ ભરવા જાતે જ આવી. હર્ષાલી શરૂઆતથી જ ભણવામાં હોશિંયાર હતી. તેણે નડિયાદની મહિલા આર્ટ્સ કોલેજમાં એમ. એ.નું પ્રથમ વર્ષમાં 75 ટકા સાથે ઉર્તીણ કર્યુ. એમ. એ. બી.એડ. કરી શિક્ષક બનવાનું સ્વપ્ન જોતી હર્ષાલીને ગામની જ શાળામાં એડહોક શિક્ષકની નોકરી મળતા ઘરમાં મદદરૂપ બની હતી.

પરંતુ કોરોના કાળમાં તેની આ નોકરી છીનવાઈ જતા તેણે નડિયાદ જી. આઈ. ડી. સી. ખાતે ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી શરૂ કરી હતી. આ દરમિયાન 1 ઓક્ટોબર, 2020ના રોજ બિલોદરા પાસે ગોઝારા અકસ્માતમાં તેણે પોતના બંને પગ ગુમાવ્યા. બંને પગે 7 સર્જરી કરાવવાની પરિસ્થિતિ સર્જાઈ. સાથે જ જમણા પગનો ઢીંચણ સુધીનો ભાગ કાપી નાખવો પડ્યો અને ડાબા પગે 2 સળિયા બેસાડવા પડ્યા. તેના માતા-પિતા ભાંગી પડ્યા હતા.

દોઢ મહિનો કરમસદ હોસ્પિટલમાં વિતાવ્યા બાદ ઘરે આવેલી હર્ષાલીએ પોતાના મજબૂત મનોબળનો દાખલો આપતા કહ્યુ કે, તેને એમ. એ. અને પછી બી.એડ. કરી શિક્ષક બનવુ છે. કોલેજ પ્રશાસને ઘરે બેઠાં તેનું તમામ દસ્તાવેજી કામ કરવાની ખાતરી આપતા હર્ષાલીએ કોલેજમાં જણાવ્યુ કે, હું કોલેજ આવીને જાતે જ ફોર્મ ભરીશ.

તેનું આ મનોબળ જોઈ કોલેજ પ્રશાસને એડમિશન ફોર્મ ભરવા જેવી નાની બાબતને પણ ઉત્સવ બનાવી દીધી અને નડિયાદ નગરપાલિકાના મહિલા પ્રમુખ અને બિન હરીફ ચૂંટાયેલા કાઉન્સિલરની ઉપસ્થિતિમાં હર્ષાલીના મનોબળને વધાવી લીધુ. તેમજ હર્ષાલીને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી પણ આપી.

અન્ય સમાચારો પણ છે...