તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Gate No. Behind Civil Hospital In Nadiad. 272 Near Canal Water Flooded, Locals Informed The Canal Department And Immediately Lowered The Level.

સમય સૂચકતાથી ઘાત ટળી:નડિયાદમાં સિવિલ હોસ્પિટલ પાછળ ફાટક નં. 272 પાસે કેનાલનું પાણી લગોલગ અડ્યું, સ્થાનિકોએ નહેર વિભાગને જાણ કરતાં તુરંત લેવલ ઘટાડ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવેની ફાટક પાસે કેનાલનું પાણી ગરનાળાની પેરાફીટને લગોલગ આવી ગયું
  • સ્થાનિકોની સમય સૂચકતાએ મોટી જાનહાની થતાં અટકાવી

નડિયાદમાં સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ રેલવેની ફાટક પાસે કેનાલનું પાણી રેલવે ગરનાળાની પેરાફીટને લગોલગ આવી જતાં સ્થાનિકોએ આ અંગે નહેર ખાતાને જાણ કરતાં નહેર વિભાગે પાણીનું લેવલ કાપ્યું છે. સ્થાનિકોની સમય સૂચક્તાએ મોટી જાનહાની થતાં અટકાવી છે.

નડિયાદ શહેરમાંથી મહી ખાતાની કેનાલ પસાર થાય છે. શહેરના સિવિલ હોસ્પિટલ પાછળ સુંદરકુઈ વિસ્તારમાં આવેલ રેલવેની ફાટક નં.272 પાસે શનિવારે એક દુર્ઘટના થતી અટકી છે. આ ફાટક પાસેના ગરનાળામાં કેનાલનું પાણી ફાટકની પેરાફીટને લગોલગ અડી જતાં જેની જાણ નહેર ખાતાને કરવામાં આવતાં નહેર ખાતા દ્વારા પાણીનું લેવલ કાપી દેતાં મોટી જાનહાની થતાં અટકી છે. સ્થાનિકોની સમય સૂચક્તાએ આ મોટી દુર્ઘટનાને અટકાવી છે.

આ અંગે સિંચાઈ વિભાગના સુપ્રિ. ઈજનેર જે. ડી. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે જિલ્લાના અને ખાસ કરીને ખંભાતના લોકો સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવા જે જથ્થો પાણીનો આવે છે તે લોકોને મળી રહે તે હેતુથી સામાન્ય લેવલ વધારતાં રેલવેના ગરનાળાની દિવાલને પાણી ટચ થયું છે. જોકે અમારી ધ્યાને આવતાં તુરંત આગળથી લેવલ ઘટાડી દેવાયું છે.

જાગૃત લોકોના જણાવ્યા મુજબ આ રેલવેનું ગરનાળું સામાન્ય નીચુ છે. એકબાજુ જિલ્લાના છેવાડા વિસ્તારોમાં સિંચાઈ માટેનું પાણી નથી મળતાં માનવતાની દ્રષ્ટિએ નહેર ખાતા દ્વારા પાણીનું લેવલમાં સામાન્ય વધારો કરતાં અહીંયા આવી ઘટના બની હોવાનું જણાવ્યું છે. જોકે આગળથી લેવલને ઘટાડી દેતાં મોટી જાનહાની થતાં અટકી છે. તો બીજી બાજુ કેટલાક લોકો નહેરમાં યોગ્ય સાફસફાઈ ન થતાં આવી ઘટના બની હોવાનું જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...