તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહયોગ:ગુજરાતના રાજ્યપાલના કોરોના સેવા યજ્ઞમાં વડતાલ મંદિર સહયોગી બન્યું, 10,000 કીલો ચોખા અર્પણ કરવામાં આવ્યા

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલોના સફાઈ કર્મીઓ અને એમ્બ્યુલસ ડ્રાઇવર વગેરેને 1 લાખ રાસન કીટ આપવાનો સંકલ્પ કર્યો

આજના કપરાકાળમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોના સામેની લડાઈમાં પુરુષાર્થ કરી રહી છે. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હોસ્પિટલોના સફાઈ કર્મીઓ અને એમ્બ્યુલસ ડ્રાઇવર વગેરેને 1 લાખ રાસન કીટ આપવાનો સંકલ્પ કર્યો છે. જેમાં જીલ્લા લેવલથી આરોગ્ય શાખાઓનો સંપર્ક કરીને દરેક લાભાર્થી સુધી કીટો પહોંચાડવાની વ્યવસ્થા રાજભવનથી કરવામાં આવી રહી છે.

25 હજાર રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું

આજ રોજ રાજભવનમાં રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં “ કોરોના સેવા યજ્ઞ”ની 25 હજાર કીટ વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 12 જેટલી વિવિધ સહયોગી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઊપસ્થિત રહ્યાં હતા. જેમાં વડતાલ સંસ્થા સતત કોરોના દર્દીઓની સેવામાં સક્રિય રહી છે. મંદિર બંધ હોવા છતા રસોડું ચાલુ રાખ્યું છે અને મોટા પ્રમાણમાં ટિફિન સેવા કરી રહી છે. એટલું જ નહિ કોરોના દર્દીઓની પણ નિ:શુલ્ક સારવાર કરી રહી છે.

રાજભવનથી 50 હજાર રાશન કીટો આપવામાં આવી

આમ સેવાયજ્ઞ ચાલુ જ છે અને જ્યારે રાજ્યપાલ તરફથી સફાઈ કર્મીઓ માટે “કોરોના સેવા યજ્ઞ”ની વાત વિવિધ ધર્મના સંતો મહંતો સાથેના વેબિનારના માધ્યમે જાણી ત્યારે વડતાલ સંસ્થા તરફથી 10,000 કીલો ચોખા અર્પણ કરવામાં આવ્યા હતા. તેથી આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી અને મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. પચાસથી વધુ ટ્રકો જે તે સ્થળે રવાના કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રાજભવનથી 50 હજાર રાશન કીટો આપવામાં આવી છે. એમ આ સેવા યજ્ઞના કર્ણધાર અમિતાભ શાહે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...