ચકલાસીના નરસંડા ગામની સીમમાં ખેતરમાં ઝાડ઼ કાપવા બાબતે ઝઘડો થયો હતો. બે વ્યક્તિઓએ એક વ્યક્તિને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સૂત્રોમાંથી મળતી પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરના અક્ષરપાર્ક પાસે રહેતા રાકેશકુમાર પટેલ ગત તા. 5 ફેબ્રુઆરીના રોજ નરસંડા ખેતરમાં ગયા હતા. તે સમયે ભદ્રેશભાઇ અને મયંકભાઇ હાજર હતા.
તેમને કહેલ કે લીમડાનુ ઝાડ અમારા ખેતરમાંથી કપાવી લીધેલ છે. તેમ કહેતા રાકેશકુમારે કહેલ કે મે કોઇ ઝાડ કપાવ્યુ નથી મે તો નીલગીરી કપાવેલ છે. તેમ કહેતા બંને વ્યક્તિઓ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલવા લાગ્યા હતા.
વળી કહેલ કે ખેતરમાંથી રસ્તો આપ નહી તો જાનથી મારી નાખીશ અને ખેતરમાંથી પાણીનો ઢાળીયો નહી કરવા દઇએ તેમ કહી ઝઘડો કરીને રાકેશભાઇને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે રાકેશકુમાર મનહરભાઇ પટેલે ચકલાસી પોલીસ મથકે ભદ્રેશભાઇ શીરીષભાઇ પટેલ અને મયંકભાઇ શીરીષભાઇ પટેલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ચકલાસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.