તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બબાલ:કઠલાલના સમળીયામાં દૂધ મંડળીની વાર્ષિક સભામાં ચૂંટણી બાબતે પ્રશ્ન રજૂ કરતાં ચાર શખ્સોએ એક સભાસદને માર માર્યો

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘવાયેલા સભાસદે કઠલાલ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી
 • ચૂંટણી બાબતે પ્રશ્ન રજૂ કરતાં ચાર શખ્સો ઉશ્કેરાયા

કઠલાલના ગોગજીપુરા તાબેના સમળીયામાં આવેલી દૂધ મંડળીની વાર્ષિક સભામાં ચાર શખ્સોએ એક સભાસદને મારમાર્યાની ઘટના સામે આવી છે. ચૂંટણી બાબતે પ્રશ્ન રજૂ કરતાં ઉશ્કેરાયેલા ચાર લોકોએ સભાસદને મારમારતા આ અંગેની કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

ગત રોજ કઠલાલ તાલુકાના ગોગજીપુરા તાબેના સમળીયા (ગણેશપુરા) સરકારી દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં ગોગજીપુરા ખાતે રહેતા ચંન્દ્રસિંહ રામસિંહ ઝાલા સભાસદ તરીકે આ સભામાં હાજર રહ્યા હતા. પ્રમુખ, સેક્રેટરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં ચંન્દ્રસિંહે ચૂંટણી બાબતે પ્રશ્ન રજૂ કર્યો હતો.

જ્યારે નજીકમાં ઉભેલા મહેન્દ્ર ઝાલા, હિતેન્દ્ર ઝાલા, હસમુખ ઝાલા અને કલ્પેશ ઝાલાને આ ગમ્યું નહોતું. તેથી આ અંગે ચંન્દ્રસિંહ સાથે ચાલુ સભામાં ઝઘડો કરી તેમની સાથે મારમારી કરી હતી. ઘવાયેલા ચંન્દ્રસિંહે આ અંગે કઠલાલ પોલીસ મથકે ઉપરોક્ત ચારેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો