તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રભુ છે દિલમાં ભલે દ્વાર બંધ:ડાકોરમાં રાજા રણછોડના દર્શન ભાવિ ભક્તો પુનમે નહીં કરી શકે

નડિયાદ2 મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
 • આજથી ત્રણ દિવસ માટે ડાકોરના દ્વાર ભક્તો માટે બંધ, નિત્યક્રમ મુજબ પૂજા પાઠ થશે
 • સામાન્ય રીતે ફાગણી પુનમે ડાકોરમાં મોટાપાયે ભક્તો પગપાળા પ્રવાસ કરી હોળી ઉજવતાં હોય છે
 • ભક્તો ઓનલાઇન શ્રીજીના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ
 • 'ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે'ના નાદ વચ્ચે ગૂંજી ઉઠતું ડાકોર આજે સુમસામ ભાસ્યું

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું ખુબજ મહત્વ રહેલું હોય છે. દર વર્ષે આ પૂનમે લાખોની સંખ્યામાં પદયાત્રીકો રાજા રણછોડરાયના દર્શને આવે છે. જો,કે આ વખતે કોરોનાના કારણે વધુ સંક્રમણ ન ફેલાય અને ભક્તોના પ્રવાહને અટકાવવા મંદિરના દ્વાર બંધ કરાયા છે. આજથી સતત ત્રણ દિવસ સુધી મંદિર ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. જોકે, શ્રીજીની પૂજા બંધ બારણે નિત્યક્રમ મુજબ કરવામાં આવશે.

ડાકોરના દ્વાર ભક્તો માટે ત્રણ દિવસ બંધ
ડાકોરના દ્વાર ભક્તો માટે ત્રણ દિવસ બંધ

ડાકોરમાં ફાગણી પૂનમે દર વર્ષે વહેલી સવારે મંગળાઆરતી થાય છે. આ બાદ શ્વેત વસ્ત્રોનો શણગાર તથા શૃંગાર કરાયા બાદ શૃંગાર આરતી કરવામાં આવે છે. ભોગ ધરાવવામાં આવે જેમાં ધાણી, ચણા, ખજૂર લાડુનો પ્રસાદ હોય છે. આ સમયે ભક્તો ગુલાલના છોડો ઉછાળી ભક્તીના રંગમાં રંગાઈ જાય છે. સવારથી જ ભક્તોનો ભારે ઘસારો હોય છે. મંદિરનું પરિસર સહિત સમગ્ર ડાકોર 'જય રણછોડ માખણ ચોર' ના નાદથી ગૂંજી ઉઠે છે.

ધૂળેટીના દિવસે પણ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટે છે. અહીંયા આ દિવસે ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે. હિંડોળા પર શ્રીજીને જુલાવવામાં આવે છે અને ભક્તો કેસૂડા તેમજ અબીલ ગુલાલના છોડો ઉછાળો કરે છે. આ સમયે વાતાવરણ જય રણછોડના નાદ સાથે ગૂંજી ઉઠે છે અને એ બાદ નીજ મંદિરમાં શ્રીજીને બીરજવામાં આવે છે.

મંગળવારથી રાબેતા મુજબ મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે

જોકે, આ વખતે પૂનમના દિવસે મંદિર બંધ રહેશે. કોરોનાના વ્યાપને કારણે મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્રએ પખવાડિયા અગાઉ જાહેરાત કરી હતી. જેનો આજથી અમલ થયો છે. જાહેરાત કરી છતાં પણ શ્રધ્ધાળુઓ ગતરોજ ઉમટ્યાં હતા. ધૂળેટી પછી મંગળવારથી રાબેતા મુજબ મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે. પૂનમના દિવસે અને તેના આગળ અને પાછળના દિવસે મંદિરના દ્વાર ભક્તો માટે બંધ થયા છે. આજથી અમલવારી થતાં ડાકોર ધામ ભક્તો વિના સુમસામ ભાસતું નજરે ચઢ્યું હતું. ભક્તોનો જય ઘોષ 'જય રણછોડ માખણ ચોર' વિના મંદિર પરિસર સુનુ ઝંખ્યું હતું.

દર વર્ષે ફાગણી પૂનમે ડાકોરના ભરચક બજારો ભક્તો વિના સુના
દર વર્ષે ફાગણી પૂનમે ડાકોરના ભરચક બજારો ભક્તો વિના સુના

આ તમામ બાબતો વચ્ચે શ્રીજીને નિત્યક્રમ મુજબ પૂજા પાઠ થશે અને તેમાં કોઇ અસર નહી થાય તેવું આયોજન મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે. સાથે સાથે ભક્તો ઘરે બેઠા ઓનલાઇન ઠાકોરજીના દર્શન કરી આ પૂજા વિધી જોઈ શકશે તેવુ સૂચાર આયોજન કરાયું છે. આજથી થયેલ અમલવારીમાં ભક્તોએ મંદિર બહાર જ આરતીનો લાભ લીધો હતો. પોલીસનો પહેરો મંદિર બહાર ગોઠવાઈ ગયો છે. તો બીજી તરફ ફાગણી પૂનમે જોવા મળતું ભરચક બજાર આજે એકલ દોકલ ભક્તોની સાથે જોઈ શકાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો