તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Devotees Will Be Able To Pay Homage To Thakor Of Dakor From Friday With The Guideline Of Corona, Vadtal Swaminarayan Nadiad Santram Temple Will Also Open

ભક્તોમાં રાજીપો:ડાકોરના ઠાકોરના દર્શન શુક્રવારથી કોરોનાની ગાઇડલાઇન સાથે ભક્તો કરી શકશે, વડતાલ સ્વામિનારાયણ નડિયાદ સંતરામ મંદિર પણ ખુલશે

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાકોર મંદિરની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ડાકોર મંદિરની ફાઈલ તસ્વીર
  • આવતી કાલથી રાજ્યના તમામ મંદિરો ખૂલશે, પ્રશાસને ડાકોર મંદિરની એસ.ઓ.પી. બહાર પાડી
  • 50 ભક્તોએ દર્શન કર્યા પછી ઘુમ્મટ ખાલી થયા બાદ અન્ય વૈષ્ણવભક્તોને પ્રવેશ મળશે

કોરોનાકાળમાં છેલ્લાં કેટલાય સમયથી બંધ રહેલા મંદિરોના દ્વાર ભક્તો માટે આવતીકાલથી ખુલવા જઈ રહ્યા છે. સરકારની એસ.ઓ.પી સાથે તમામ મંદિરો આવતીકાલથી ખુલશે તેવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. જેથી મંદિર પ્રશાસને સરકારની ગાઇડલાઇન પ્રમાણે એસ.ઓ.પી. જાહેર જનતા માટે રજૂ કરી છે. ખેડા જિલ્લાના મુખ્ય ત્રણ મંદિર ગણાતાં ડાકોરના રણછોડરાયનું મંદિર, વડતાલ સ્વામિનારાયણ મંદિર અને નડિયાદ સંતરામ મંદિરના પ્રશાસને આજે દર્શન કરવા આવતાં ભક્તો માટે ખાસ એસ.ઓ.પી. બહાર પાડી છે.

ખેડા જિલ્લાના મુખ્ય ત્રણ મંદિરોના પ્રશાસને દર્શન કરવા આવતાં ભક્તો માટે ખાસ એસ.ઓ.પી. બહાર પાડી છે. જેમાં દર્શનના સમયથી લઇને તમામ વિગતોની માહિતી આપવામાં આવી છે. આ નિયમો હેઠળ ભક્તોને ભગવાનના દર્શન થશે. લાંબા ગાળે મંદિરના દ્વાર ખુલતાં ભક્તોમાં રાજીપો વ્યાપી ગયો છે.

ડાકોર મંદિરની ફાઈલ તસ્વીર
ડાકોર મંદિરની ફાઈલ તસ્વીર

ડાકોર મંદિર દ્વારા ભક્તો માટે બહાર પાડેલ એસ.ઓ.પી.

રણછોડરાય મહારાજ મંદિર ટ્રસ્ટ, ડાકોર દ્વારા જે એસ.ઓ.પી બહાર પાડવામાં આવી છે. જેમાં દર્શનનો સમય સવારે 6:55થી 8:30, 9:05થી 10:30, 11:25થી 12 વાગ્યા સુધી, જ્યારે બપોરે 4:20થી ઉત્થાપન શયન સખડી તથા દૂધભાત આરોગી 7:30ના અરસામાં ભગવાન પોઢી જશે. તમામ આરતીના સમયે વૈષ્ણવોનો મંદિર પ્રવેશ બંધ રહેશે. ઘુમ્મટમાં 50 વૈષ્ણવભક્તોની સંખ્યામાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ તે રીતે દર્શન કરવાના રહેશે. 50 ભક્તો દર્શન કર્યા પછી ઘુમ્મટ ખાલી થયા બાદ અન્ય વૈષ્ણવભક્તોને પ્રવેશ આપવામાં આવશે.

બીમાર કે અશક્ત વ્યક્તિને નહીં મળે એન્ટ્રી

આ ઉપરાંત મંદિર પરિસર અને રેલીંગમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. આ માટે જ્યાં રાઉન્ડ કર્યા હોય ત્યાં ઉભા રહી આગળ વધવાનું રહેશે. મંદિરમાં પ્રવેશતા પહેલા દરેક ભક્તે ટેમ્પરેચર ચેકીંગ કરાવવાનું રહેશે સાથે હાથ સેનેટાઇઝ કરવાના અને માસ્ક પહેરવાનું આવશ્યક છે. જે કોઈ બીમાર કે અશક્ત વ્યક્તિ જણાશે તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહી. મંદિરમાં પગરખાં પહેરીને આવવા પર પાબંદી લગાવાઈ છે. વાહનોમાં કે અન્ય સ્થળે પગરખાં ઉતારી મંદિરમાં આવવાનું રહેશે. ઘુમ્મટમાંથી દર્શન કરી ફટાફટ બહાર નીકળવાનું રહેશે. કોઈ ભક્તને ઘુમ્મટમાં જપ કે ધ્યાન અર્થે બેસવા કે ઉભા રહેવામાં આવશે નહી.

આ સાથે મંદિરની પરિક્રમાં સંદતર બંધ રાખવામાં આવી છે. દરેક ભક્તે મંદિર પ્રશાસનના અધિકારી, કર્મચારી જે સૂચના આપે તે મુજબ પાલન કરવાનું રહેશે. સાથે વૈષ્ણવોને દર્શન માટેની જાહેરાત સમયાંતરે કરવામાં આવશે તેમ ડાકોર મંદિરની યાદીમાં જણાવાયું છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિરની ફાઈલ તસ્વીર
વડતાલ સ્વામિનારાયણ મંદિરની ફાઈલ તસ્વીર

આ ઉપરાંત વડતાલનું સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર તથા નડિયાદનું સંતરામ મંદિર સહિત અનેક નાના મોટા મંદિરો આવતીકાલથી કોરોના ગાઇડલાઇનના અમલવારીના નિયમ અનુસરીને ભક્તો માટે ખુલશે ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ અને રાજીપો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...