તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ખાનગીકરણના વિરોધમાં 15 અને 16 માર્ચે ચરોતરની બેન્કો હડતાળમાં જોડાશે

નડિયાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1500થી વધુ કર્મીઓ જોડાશે ઃ ચરોતરની 12 બેન્કોની 125 બ્રાન્ચનું 1200 કરોડનું ક્લિયરીંગ ખોટકાશે

કેન્દ્ર સરકાર દ્વારા નેશનલાઇઝ્ડ બેન્કોનું ખાનગીકરણ કરવાની નીતિના વિરોધમાં ચરોતર સહિત ગુજરાત રાજ્ય અને દેશભરમાં આગામી 15 અને 16 માર્ચના બે દિવસીય હડતાળ પાડવાનો કોલ 9 બેન્ક યુનિયનોએ આપ્યો હતો. ચરોતરમાં બે દિવસીય હડતાળના લીધે આશરે 1200 કરોડ રૂપિયાનું ક્લિયરીંગ ઠપ થશે. તેથી વેપાર-ધંધાને તેની ગંભીર અસર થશે.

આ અંગે જનરલ સેક્રેટરી, બેન્ક ઓફ બરોડા એમ્પ્લોઇઝ એસોસિએશન દક્ષેશ દવેએ જણાવ્યું કે, ખેડા અને આણંદ જિલ્લામાં રાષ્ટ્રીયકૃત 12 બેન્કની અંદાજે 125થી વધુ બ્રાન્ચ કાર્યરત છે. જે ચરોતરની તમામ નેશનલાઇઝ્ડ બેન્કોના 1500થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ આગામી 15 અને 16 માર્ચની બે દિવસીય હડતાળમાં જોડાઇને ભારત સરકારની નીતિ સામે વિરોધ જતાવશે.

આ બે દિવસીય બેન્ક કર્મચારીઓની હડતાળના કારણે ચરોતરપંથકની તમામ બેન્કોના આશરે 1200 કરોડ રૂપિયાથી વધુ નાણાંકીય લેવડદેવડ ઠપ થશે. તેથી વેપારીવર્ગ, ધંધો-રોજગારને માઠી અસર થશે. નાણાંકીય વિનિમય ખોટકાશે. લોકોએ પારાવાર હાલાકી વેઠવી ફરજિયાત થશે. આ બે દિવસની હડતાળમાં ચરોતરના 1500થી વધુ કર્મચારી સહિત રાજ્યના અંદાજે 55000 અધિકારી, કર્મચારીઓ જોડાશે તેમ જનરલ સેક્રેટરી દક્ષેશ દવેએ જણાવ્યું હતુ.

તેઓએ એમ પણ કહ્યું કે, ગઇકાલે હૈદરાબાદમાં ફોરમની મીટિંગ મળી હતી. જેમાં આગામી હડતાળ અંતર્ગત ફોરમ દ્વારા નવો સરક્યુલર બહાર પાડવામાં આવશે. જેમાં હડતાળમાં જોડાનાર કર્મચારીઓને બીલ્લા વિતરણ કરવા સહિતનાની જાણકારી પુરી પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો