જામીન નામંજૂર:ચૂણેલ વાસ પ્રોજક્ટ કૌભાંડમાં 10 આરોપીના જામીન નામંજૂર

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તમામ આરોપીઓને બિલોદરા જેલમાં ધકેલવામાં આવ્યા

ચૂણેલ ગામની ચકચારીત વાસ પ્રોજક્ટ કૌભાંડની ઘટનામાં કૉર્ટે 10 આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે. આજરોજ જિલ્લા કૉર્ટ નડિયાદ ખાતે આ કેસની સુનવણી હતી. જેમાં કૉર્ટે આરોપીઓના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામના જામીન રદ કર્યા છે. આજથી આશરે 20 દિવસ પહેલા વાસ પ્રોજેક્ટ કૌભાંડની ઘટનામાં ફરિયાદ થઈ હતી. જેમાં શ્રમિકોને અંધારા રાખીને તેમના પૈસા ચાઉ કરી જનાર ડે. સરપંચ, તલાટી અને ઈજનેર સહિત કુલ 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

જેના આધારે પોલીસે એમ.એચ ચાવડા (નિવૃત્ત તલાટી કમ મંત્રી), આર.એ. વાઘેલા (હાલ, તલાટી કમ મંત્રી), હસમુખભાઈ પટેલ (માજી સરપંચ), મહેશકુમાર મકવાણા (માજી, જી.આર.એસ.),ગણપતિંહ રઈજીભાઈ (જી.આર.એસ), વિજયકુમાર ભોજાણી (ટેક્નીકલ આસિસ્ટન્ટ), જીતેન્દ્ર ગોસાઈ (ટેક્નીકલ આસિસ્ટન્ટ), તેજસભાઈ શાહ (અધિક મદદનીશ ઈજનેર હાલ, તા.પંચયાત), પંકજભાઈ પ્રજાપતિ (પી.ઓ) અને વિક્રમસિંહ રાઓલજી (તત્કાલિક ડેપ્યુટી સરપંચ) વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે બાદ પોલીસે ઉપરોક્ત તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમને બિલોદરા જેલભેગા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...