તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:બધિર વિદ્યાલય નડિયાદને સરકાર માન્ય ITIનો દરજ્જો મળ્યો, પ્રથમ સત્રનો આજથી પ્રારંભ કરાયો

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ પ્રસંગે સંસ્થાના મંત્રી સહિત બધિર બાળકોએ પણ હાજરી આપી હતી - Divya Bhaskar
આ પ્રસંગે સંસ્થાના મંત્રી સહિત બધિર બાળકોએ પણ હાજરી આપી હતી
 • દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બની સ્વરોજગારી મેળવી શકે તે હેતુથી કામ કરતી આ સંસ્થાનું વધુ એક સેવાકીય પ્રવૃત્તિ

બધિર બાળકો સામાન્ય બાળકોની જેમ આગળ વધે અને આગળ જતાં તે સમાજમાં પગભર બની શકે તે, હેતુથી ચાલતા નડિયાદના બધિર વિદ્યાલયે આજે વધુ એક સિધ્ધિ મેળવી છે. અહીંયા ચાલી રહેલા ઇન્ડ્રસ્ટ્રીયલ ટ્રેનીંગ સેન્ટરને સરકાર માન્ય GCVT પેટર્ન ITIનો દરજ્જો મળ્યો છે. સાથે સાથે આજે પ્રથમ સત્રનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે.

પ્રથમ સત્રનો શુભારંભ
રોટરી કલબ નડિયાદ સમાજ સેવા અને સંશોધન ટ્રસ્ટ, શ્રી જી.એચ. પટેલ બધિર વ્યવસાયિક તાલીમ અને પુનઃ સ્થાપન કેન્દ્ર સંચાલિત બધિર ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ સેન્ટરને સરકાર માન્ય GCVT પેટર્ન આધારિત ITIનો દરજ્જો મળ્યો છે. ગુરૂવારે પ્રથમ સત્રનો શુભારંભ કરાયો છે. આ પ્રસંગે સંતરામ મંદિરના સંત હરિદાસ મહારાજ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ ખાસ હાજર રહ્યા હતા.

બધિર બાળકોએ ટ્રેડ વાઈસની તાલીમ લીધી
આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ડો. જે.સી.પટેલે જણાવ્યું હતું કે, 1999થી 2020 દરમિયાન બધિર બાળકોએ ટ્રેડ વાઈસની તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ આપવામાં આવતું પ્રમાણપત્ર સંસ્થાનું અપાતું હતું, જેના કારણે વિદ્યાર્થીઓને સ્વરોજગારી અને સ્વાવલંબન બનવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી. હવેથી સરકાર માન્ય GCVT પેટર્ન આધારિત ITIની પરવાનગી મળતા બધિર બાળકોને આશીર્વાદરૂપ બની રહેશે.

આ પ્રસંગે સંસ્થાના મંત્રી જયંતિભાઈ દેસાઈ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.જી.ભરવાડ, પલાણા ITIના આચાર્ય કે. વી. વ્યાસ, સંસ્થાના ઉપપ્રમુખ જયંતિભાઈ કોટડીયા, મંત્રી દિલીપભાઈ અમીન, ડો. અરવિંદભાઇ વ્યાસ, ચીમનભાઈ રાણા, ડો. સમિરભાઈ પટેલ, ધર્મેશ પટેલ, બી.ડી. પટેલ સહિત બધિર બાળકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો