તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમારકામ બંધ:અમદાવાદ-ઇન્દોર હાઇવેના જવાબદાર બાબુઓ કેન્દ્રીય મંત્રીના આદેશને પણ ઘોળીને પી ગયા

સેવાલીયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 26 ઓગસ્ટના રોજ મંત્રી નીતિન ગડકરી દ્વારા રોડ સમારકામના આદેશ અપાયા છે

અમદાવાદ-ઇન્દોર હાઇવે 8 વર્ષ પહેલાં 1155 કરોડના ખર્ચ નિર્માણ થયો છે જે 80 કીમીના અંતરે 2 ટોલ આવેલા છે ઘણા સમયથી જર્જરિત અને જોખમી છે જેમાં સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા રોડ ટ્રાન્સપોર્ટ હાઇવે મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી ે જાણ કરાઈ હતી મંત્રી નીતિન ગડકરી દ્વારા 26 ઓગસ્ટે હાઇવે ઓથોરિટીને અમદાવાદ ઇન્દોર હાઇવે કઠલાલથી ગોધરા સુધી બંને બાજુ બે ટોલ અંતરનો રોડ તદ્દન બિસ્માર છે તે અંગે રીપેરીંગ કરવા બાબતે આદેશ કરવામાં આવ્યો પણ આ હાઇવે ઓથોરિટીન જવાબદાર અધિકારીઓ તેને પણ ઘોડીને પી ગયા.

અમદાવાદ ઇન્દોર હાઇવે સતત 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતો હાઇવે છે ત્યારે 2 ટોલ ટેક્સ ભરી વાહનચાલકો છેલ્લા બે વર્ષથી આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે 80 કિમીના અંતરે કઠલાલથી ગોધરા સુધી જોખમી ખાડાઓએ સામ્રાજ્ય જમાવ્યું છે જેને લઈ દર બે દિવસે એક અકસ્માત થાય છે ટોલ રોડ હોવાથી વાહનચાલકો પોતાની ગતિથી વાહન હંકારે છે અને અચાનક ખાડાઓ આવતા વારંવાર અકસ્માત થાય છે અને કેટલાય પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.

1 કી.મી. સુધી સમારકામ કરી બંધ કરી દેવામાં આવ્યું
અમદાવાદ ઇન્દોર હાઇવે ઓથોરિટી દ્વારા મુખ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ ફાગવેલ કાર્યક્રમ દ્વારા માત્ર દેખાડો કરવા માટે ફાગવેલ આસપાસ 1 કી.મી. સુધી સમારકામ કરી બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે આસપાસના ગ્રામજનો વહેલી તકે હાઇવે ઓથોરિટી કામ કરે તેની રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...