સ્પર્ધા:નડિયાદ સી. બી. પટેલ આટર્સ કોલેજમાં સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા યોજાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાગ લીધેલા વિદ્યાર્થીઓ પૈકી પહેલા, બીજા અને ત્રીજા સ્થાને આવનાર વિદ્યાર્થીઓને નવાજ્યા

ભારત સહિત વિશ્વની સૌથી પ્રાચીન ભાષા ગણાતી સંસ્કૃત ભાષામાં વિદ્યાર્થીઓની રુચિ કેળવાઈ રહે તે માટે નડિયાદની સી.બી.પટેલ આટર્સ કોલેજમાં સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. નિર્ણાયકોએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવાજ્યા હતા.

નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આટર્સ કોલેજમાં સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. મહેન્દ્ર દવે, પ્રોફેસર લલીતભાઈ ચાવડા, પ્રોફેસર આર. બી. સક્સેના, પ્રોફેસર ડો. કલ્પનાબેન ત્રિવેદી સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ સ્પર્ધામાં પ્રતિસ્પર્ધીઓએ શ્લોકગાન કર્યુ હતું. શ્લોકગાન કરતાં વાતાવરણ પ્રફુલ્લિત થયું અને સંગીતમય બની ગયું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયકો દ્વારા પ્રથમક્રમાંકે અનિષા વસાવા, બીજા ક્રમાંક સિંહસીમા હર્ષ અને ત્રીજા ક્રમાંકે પંડ્યા હર્ષે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેઓને કોલેજના આચાર્ય અને ઉપસ્થિત મહાનુભાવોઓએ વધાવી લીધા હતા. કોલેજના આચાર્ય એ આ સંદર્ભે પ્રસંગોપાત ઉદ્બોધન કર્યુ હતું અને વિદ્યાર્થીઓને સંસ્કૃતના જુદા જુદા ઉચ્ચારણો ભેદ સમજાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...