તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓડીયો વાઈરલ:મહેમદાવાદના મહિલા કાર્યકર્તાએ ભાજપમાં હોદ્દા માટે લાગવગના આક્ષેપ લગાવ્યાં, કાર્યકરે બળાપો ઠાલવ્યો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાજપની મહિલા પાંખમાં નવી નિયુક્તિ બાદ કાર્યકર્તાઓમાં અસંતોષની લાગણી
  • જિલ્લા પ્રમુખના વિસ્તારના જ કાર્યકરે બળાપો ઠાલવતો ઓડીયો ગ્રુપમાં મૂકયો

ખેડા જિલ્લાના ભાજપ સંગઠનમાં હોદ્દા મેળવવા માટે લાગવગ ચાલતી હોવાના ગંભીર આક્ષેપ સાથેનો ઓડીઓ વાઈરલ થયો છે. બે દિવસ પહેલા યુવા, મહિલા, કિસાન, લઘુમતી અને ઓબીસી સહિતના સંગઠનાત્મક હોદ્દાઓ પર નવી નિમણૂંકો આપવામાં આવી છે. જેમાં મહિલા પાંખની નિમણૂંકો મુદ્દે મહેમદાવાદના એક મહિલા કાર્યકર્તાએ નારાજગી વ્યક્ત કરી છે.

નવી નિમણૂક સામે ગંભીર આરોપ મૂક્યા
મહેમદાવાદના મહિલા કાર્યકર્તા પારૂલબેન શાહે વોટ્સ એપ ગ્રુપમાં ઓડીયો મૂકી પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમણે ઓડીયોમાં નવી નિમણૂંકો સામે ગંભીર આરોપ મૂકતા જણાવ્યુ છે કે, લોકોના ઘરે, ગામડે, શહેરમાં પહોંચી સિનિયર સિટિઝનો અને સામાન્ય લોકો સુધી સરકારની યોજનાના લાભ પહોંચાડતા મહિલા કાર્યકર્તાઓની નવી નિમણૂંકોમાં અવગણના કરવામાં આવી છે. જે મહિલા કાર્યકર્તાઓ સારી કામગીરી કરી રહી છે, તેમણે અગાઉ દાવેદારી કરી હોવા છતાં તેમને બાદ કરાયા હતા.

કાર્યવાહી થશે કે નહીં તે અંગે શંકા
વધુમાં ઓડીયોમાં ઉમેર્યુ છે કે, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા ચૂંટણી અગાઉ જાહેર કરાયેલા એક વ્યક્તિ, એક હોદ્દાના નિયમને પણ નવી નિમણૂંકોમાં નેવે મૂકાયો છે અને મહેમદાવાદમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવેલા દિપ્તીબેન ભટ્ટ અગાઉ જિલ્લામાં ઉપપ્રમુખ રહી ચૂક્યા હોય અને અત્યારે ચાલુ કાઉન્સિલર હોવા છતાં તેમની લાગવગ ચલાવી મહિલા મોરચામાં ઉપપ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવ્યુ છે. એક જ વ્યક્તિ જેણે જિલ્લા, તાલુકા કે શહેરમાં કોઈ કામ નથી કર્યા તેને વારંવાર લાગવગના કારણે જ હોદ્દા અપાતા હોવાનું પણ આરોપ મૂકાયો છે. આ અસંતોષ અને બળાપો ભાજપની શિસ્ત અને સયંમતા સામે પ્રશ્ન ઉભા કરી રહ્યો છે. તેમાંય મહેમદાવાદ તો જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણનો વિસ્તાર છે. હવે આ મુદ્દે શું કાર્યવાહી થાય છે? તેની સામે મહિલા કાર્યકર્તાઓની મીટ મંડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...