તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નરસંડામાં ઠપકો આપતા મહિલા પર હુમલો કર્યો, પરિણીતાને પડોશી હેરાન કરતો હતો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નરસંડામાં કપિલાબેન રાવળ પોતાના પુત્ર સાથે મેઘરજ રહે છે. જોકે રક્ષાબંધનનો તહેવાર હોવાથી તેઓ પોતાના બીજા પુત્ર નિમેષ પાસે નરસંડા ગયા હતા. જ્યાં નિમેષની પત્નીએ પાડોશમાં રહેતો પ્રકાશ રાવળ ખોટી રીતે હેરાન કરતો હોવાની ફરિયાદ કપિલાબેનને કરી હતી. જેથી કપિલાબેને પ્રકાશને ઠપકો આપતાં તેણે હવે પછી તેવું નહીં કરવાની હૈયાધારણા આપી હતી. જોકે બાદમાં રાત્રિના સમયે પ્રકાશ જોરજોરથી અપશબ્દો બોલતો હોવાથી કપિલાબેને તેને ફરી ઠપકો આપતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને આંગળીમાં બચકું ભરી લીધું હતું. આ સમયે બૂમાબૂમ થતાં કપિલાબેનના પતિ અને પુત્ર દોડી આવ્યા હતા. આ સમયે પ્રકાશનું ઉપરાણું લઇને દિલીપ ફકીરભાઇ રાવળ તથા તુષાર વાળંદ ત્યાં આવ્યા હતા અને ઝઘડો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...