તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:નડિયાદમાં નજીવી બાબતે પાડોશીઓ પર હુમલો કર્યો

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં પવનચક્કી રોડ પર આવેલા ગુરૂ દત્તાત્રેય સોસાયટીમાં રહેતા આનંદભાઈના ધાબા પર ઘર વપરાશના પાણીની ટાંકી મૂકેલી છે. જેમાંથી પાણી ટપકી નીચે પડતુ હોવાથી બાબુભાઈ વારંવાર આ બાબતે ઝઘડો કરતા હોવાનું આનંદભાઈએ ફરિયાદમાં જણાવ્યુ છે.

આનંદભાઈ ટપકી રહેલા પાણીને પાઈપલાઈન વાટે નીચે ઉતરે તે માટે પ્લમ્બર બોલાવી રીપેરીંગ માટે વાતચીત કરતા હતા, તે સમયે બાબુભાઈ ક્રોધિત થઈ ગયા હતા જેથી આનંદભાઈએ જણાવ્યુ હતુ કે, મારા ધાબાનું પાણી તમારા ઘર આગળ આવતુ નથી, છતાં હું પાણી ઉતારવાનો નિકાલ કરાવુ છુ. આ સાંભળતા જ બાબુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને આનંદભાઈ સાથે લાકડીથી માર માર્યો હતો. આ સમયે બાબુભાઈનો ભત્રીજો પાઈપ લાવી આનંદભાઈને મારવા ફરી વળ્યો હતો. આ સમયે છોડાવવા માટે વચ્ચે પડેલા આનંદભાઈના પત્નિ અને પાડોશી ભક્તિબેનને પણ બાબુભાઈ ભરવાડે માર માર્યો હતો. તેમજ ભક્તિબેનના ઘરને નુકશાન પહોંચાડ્યુ ગતુ. આ મુદ્દે આનંદભાઈએ બાબુભાઈ અને તેમના ભત્રીજા સામે નડિયાદ પશ્ચિમ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...