તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:નડિયાદમાં ખોટી ફરિયાદ કેમ કરો છો તેવું કહેતા હુમલો કર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

નડિયાદ પીજ રોડ પર આવેલી ગીતાંજલી ચોકડી પાસે આવેલા ઓમ પાર્ક ફ્લેટમાં રહેતા યેશાબેન શાહને પોતાના પિતા પ્રવિણભાઈ વિરુદ્ઘ ફ્લેટમાં રહેતા શ્વેતાબેન જોષી દ્વારા ફરીયાદ કરાઈ હોય, તેની ખાતરી કરવા માટે પોતાની બહેન સાથે પોલીસ સ્ટેશન જવા નીકળ્યા હતા. જ્યાં દાદર ઉતરતા શ્વેતાબેન અને તેમના પતિ રૂપેશભાઈ સામે મળતા યેશાની મોટી બહેને તેમને તેમને કહ્યુ હતુ કે, મારા પિતા સામે ખોટી ફરીયાદ કેમ કરો છો? જ્યાં શ્વેતાબેન અને તેમના પતિ બંને ગુસ્સે થઈને મારામારી કરી હતી.

જ્યાં બુમાબુમ થતા યેશાના માતા અને પિતા નીચે આવી ગયા હતા અને છોડાવવા માટે વચ્ચે પડતા રૂપેશભાઈએ માર માર્યો હતો. જ્યાં યેશાનો ભાઈ સ્થળ પર આવી ગયો હતો અને તેની સાથે પણ મારામારી કરી હતી. આ સમયે રૂપેશભાઈ અને શ્વેતાબેને જાનથી મારી નાખવાની ધમકી આપતા શ્વેતાબેન, રૂપેશભાઈ અને રમેશભાઈ વિરુદ્ધ યેશાએ ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...