તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ચલાલીમાં પોલીસને બાતમી આપવા બાબતે હુમલો કર્યો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને પક્ષે સામસામે ફરીયાદ નોંધાઈ

નડિયાદના ચલાલીના શક્તિનગર તાબે રહેતા નટુભાઈએ ફરીયાદમાં જણાવ્યુ છે કે, તેઓ શાકભાજી લેવા માટે ઉભા હતા, તે દરમિયાન ઈશ્વરભાઈ તળપદા ત્યાં આ‌વી પહોંચ્યો હતો અને ગાળાગાળી કરી નટુભાઈને જણાવ્યુ હતુ કે, તે પોલીસને બાતમી આપી મારી રીક્ષા પકડાવી દીધી છે. તેમ કહી ચક્કુ વિંઝતા નટુભાઈને હાથમાં વાગી ગયુ હતુ.

ઈશ્વરભાઈ તેમને મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. આ સમગ્ર બાબતે બીજી ફરીયાદ ઈશ્વરભાઈ તળપદાના સાળા સંજયભાઈએ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યુ છે કે, તેઓ પોતાની બહેન બિમાર હોવાથી તેના ઘરે રોકાયા હતા. આ દરમિયાન ઈશ્વરભાઈને ત્રણ ઈસમો માર મારી રહ્યા હતા. જેથી સંજયભાઈ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. હુમલો કરવામાં નટુભાઈ તળપદા, ભરતભાઈ અને દશરથભાઈ સામેલ હોવાનું તેમણે ફરીયાદમાં જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...