તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નડિયાદમાં ઘર ખાલી કરી જતા રહો એમ કહી હુમલો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટાઉન પોલીસ મથકે 4 શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

નડિયાદ મફતલાલ મીલ નજીક આવેલા એપ્રિલ વિસ્તારમાં સુધાબેન અને તેમનો દિકરો દેવેન્દ્ર ઘરે હતા તે સમયે નજીકમાં રહેતા પુનમભાઈ મોહનભાઈ તળપદા, વિજયભાઈ વાઘજીભાઈ તળપદા, ચિરાગભાઈ તળપદા અને જયેશ તળપદા તેમના ઘરે પહોંચી બોલાચાલી કરતા હતા. આ સમયે સુધાબેનનો બીજો દિકરો રૂપેશ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. જ્યાં ચારેય ઈસમો સુધાબેન અને તેમના પુત્રોને કહેતા હતા કે, મંદિરમાં આવવું નહી અને ઘર ખાલી કરી જતા રહો.

સાંજે સાડા નવની આસપાસ થયેલી આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. ચારેય ઈસમો સુધાબેન અને તેમના દિકરાઓ પર માર મારવા તૂટી પડ્યા હતા. ત્યારબાદ ચારેય ઈસમો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ મારામારીમાં સુધાબેન અને તેમના પુત્રો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે નડિયાદ સિવિલ ખસેડાયા છે. નડિયાદ ટાઉન મથકે 4 સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...