તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:વિજ થાંભલો નાખવાને લઇ હુમલો : ચાર સામે ફરિયાદ,કઠલાલ તાલુકાના ભાનેર ગામની ઘટના

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કઠલાલ તાલુકાના કઠલાલના ભાનેરમાં રહેતા ભગુભાઇ હરિભાઇ પટેલની ભાનેર-નડિયાદ રોડ ઉપર સર્વે નંબર 50 વાળી જમીનમાં જી.ઇ.બી.નું કનેક્શન લીધું હોવાથી વિજ વિભાગ દ્વારા થાંભલો રોપવા માટે આવ્યા ત્યારે ભગુભાઇ અને તેમનો ભત્રિજો નૈનેશ તેમજ જગદીશ ત્યાં હાજર હતા. આ સમયે બાજુમાં જમીન ધરાવતા પ્રતાપ ધુળાભાઇ સોલંકી ત્યાં આવ્યા હતા અને જી.ઇ.બી.નો થાંભલો મારી જગ્યામાં નાખો છો તેમ કહીને ઝઘડો કર્યો હતો.

આ સમયે ઝપાઝપી થતાં,પ્રતાપ સોલંકીએ લોખંડની પાઇપ ઉગામતાં કાકાને બચાવવા માટે જગદીશભાઇ વચ્ચે પડતાં તેમને પાઇપનો ફટકો મારી દીધો હતો. આ સમયે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ મામલે જગદીશભાઇ પટેલની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે પ્રતાપ, કિરીટ, મહેશ તથા વિક્રમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો