તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નડિયાદમાં બાતમી આપતા હોવાના વહેમે યુવક પર હુમલો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસને બાતમી આપવાની શંકા રાખી યુવક પર હુમલો કરતાં સારવાર હેઠળ ખસેડાયો હતો. - Divya Bhaskar
પોલીસને બાતમી આપવાની શંકા રાખી યુવક પર હુમલો કરતાં સારવાર હેઠળ ખસેડાયો હતો.
  • પેરોલ પર છુટેલા આરોપી સહિત પરિવાર યુવક પર તૂટી પડ્યો
  • ચાર માસ અગાઉ હરીકૃષ્ણ એન્ટર પ્રાઇઝમાં લાખો રૂપિયા અને સોના ચાંદીની ચોરીના ગુનામાં જેલમાં હતો

નડિયાદની કમળા GIDC માં એક કંપનીમાં ચાર માસ અગાઉ રોકડ અને સોનું, ચાંદી મળી કુલ ૫૧.૨૦ લાખની ચોરી થઇ હતી. જે બાબતે નડીયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પોલીસે ચાર આરોપીઓને ઝડપી બિલોદાર જેલમાં નાખ્યા હતા. પરંતુ કોરોના કાળમાં આરોપીઓને પેરોલ પર મુક્ત કરતા જ નિર્દોષ વ્યક્તિ પર હુમલાની ઘટના બની છે. હુમલો કરનાર આવા સાતિર અપરાધીઓને જેલમાં જ રાખવામાં આવે તેવી માંગ ભોગ બનનાર કરી રહ્યા છે.

નડિયાદની કમળા GIDC વિસ્તાર માં હરી કૃષ્ણ એન્ટર પ્રાઈઝ ઉર્ફે સંગવી ખોડિયાર માર્કેટ કંપની આવેલ છે. ચાર માસ અગાઉ આ કંપની માં રોકડ રૂપિયા ૫૦ લાખ અને સોના ચાંદીના ઘરેણા ૧ લાખ ૨૦ હજાર મળી કુલ રૂપિયા ૫૧.૨૦ લાખની ચોરી થઇ હતી. જે બાબતે તપાસ કરતા પોલીસને ચાર આરોપીઓના નામ મળી આવ્યા હતા. પોલીસે ત્વરિત પગલા ભરતા આરોપી સંજય રઈજીભાઈ તળપદા, દેવેન્દ્ર ઉર્ફે દેવો રાજુભાઈ તળપદા, નરેન્દ્ર સંતુભાઈ તળપદા અને દિનેશ ગોવિંદભાઈ તળપદાને ઝડપી પાડ્યા હતા.

જેઓને કોર્ટમાં હાજર કરતા કોર્ટે તમામને બિલોદરા જેલમાં ધકેલ્યા હતા. કોરોના કાળ ચાલી રહ્યો હોઇ જેલમાં વધુ કેદીઓ એકત્ર ન થાય અને સંક્રમણ ન વધે તે માટે ઉચ્ચ ન્યાયા લયના આદેસ મુજબ આરોપીઓને પેરોલ પર મુક્ત કરવામાં આવી રહ્યા છે. જેનો લાભ મળતા આ ચારેય આરોપીઓ પેરોલ પર મુક્ત થયા છે. દરમ્યાન શિનવારે સાંજના સમયે તુષાર ભરતભાઇ તળપદા ઉ.31 રહે. મફતલાલ એપ્રલ, કમળા રોડ તેના ઘર પાસે બેઠો હતો.

તે સમયે આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવો રાજુભાઇ તળપદા તેમજ તેના પરિવારજનોએ ગાળા ગાળી શરૂ કરી હતી. જેથી તુષારે તેઓને સમજાવવા માટે તેમના ઘર તરફ ગયો હતો. જ્યા દેવેન્દ્ર અને પાચેક જેટલા અન્ય લોકોએ તેના પરલાકડીઓ થી હુમલો કરી દીધો હતો. ‘તુ પોલીસને અમારી બાતમી આપે છે, જી.આઇ.ડી.સી.માં થયેલ ચોરીની પોલીસને બાતમી તે જ આપી હતી.’

તેવો વહેમ રાખી આ લોકોએ તુષારને ઠોર માર મારતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. દરમ્યાન આસપાસના લોકો એકત્ર થઇ જતા તુષારને વધુ મારમાંથી છોડાવ્યો હતો. હાલ સ્વિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ તુષારે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

આ પ્રકારની ઘટના ફરી ન બને માટે આરોપીઓને જેલ ભેગા કરવા જરૂરી
મહત્વની બાબત છે કે પેરોલ પર છૂટ્યા બાદ પણ આરોપી અન્ય લોકો પર હુમલો કરી રહ્યો છે. ત્યારે ફરી આ પ્રકારની ઘટના ન બને તે માટે આ આરોપીને ફરીથી જેલભેગા કરવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...