તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નડિયાદમાં અગાઉના ઝઘડાની અદાવતમાં દંપતી પર હુમલો

નડિયાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયું

નડિયાદ શહેરમાં રહેતા મમતાબેન તેમના પતિ ગિરીધારીભાઇ ચાંડક બજારમાં ગયા હતા. પોસ્ટ ઓફિસનું કામ પતાવીને દંપતિ તેમના ઘરે પરત જઇ રહ્યું હતું. આ સમયે રાજુ બંસીધર શાહ અને સંજય બંસીધર શાહ ત્યાં આવ્યા હતા અને તેમની કાર ઉપર કાઇક ફેંકતા ગિરીધારીભાઇએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, પરંતુ જેમ તેમ કરીને તેમણે કારને કાબુમાં કરી લીધી હતી.

આ સમયે રાજુ અને સંજયે મમતાબેન સામે બિભત્સ ચેનચાળા શરૂ કરતાં દંપતિએ બંનેને ઠપકો આપ્યો હતો. આ સમયે ઉશ્કેરાયેલા બંને શખ્સોએ લોખંડના સળિયાથી મમતાબેન અને ગિરીધારીભાઇને માર મારતાં તેમને ઇજા થઇ હતી. બૂમાબૂમ થતાં લોકો એકઠાં થતાં બંને શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. તુરંત જ ઇજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેને માથામાં ઇજા થઇ હતી. આ મામલે મમતાબેનની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે રાજુ શાહ અને સંજય શાહ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...