કાર્યવાહી:ચલાલીમાં ઘર પાસેથી પસાર થવા મામલે હુમલો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અજરપુરાના યુવકે 4 સામે ફરિયાદ નોંધાવી

મૂળ આણંદના અજરપુરા ગામના અને હાલ નડિયાદના ચલાલી ગામે પરિવાર સાથે રહેતાં અને પાઇપ ફીટીંગનું કામ કરી જીવનગુજારો ચલાવતાં કિશનભાઇ દીનેશભાઇ ચૌહાણ (ઉવ.24) રવિવારે રાત્રિના પોતાના ઘર પાસેથી નીકળવાની નજીકમાં રહેતાં તખતસિંહના દીકરા ગોપાલને ના પાડી ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી હરીશ ચંદુભાઇ ચૌહાણ, ચંદુ રાવજીભાઇ ચૌહાણ, નરસિંહ ચંદુભાઇ ચૌહાણ, ગોપાલ તખતસિંહ ચૌહાણ એમ ચારેય શખસે એકસંપ કરી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી લાકડાના દંડા વડે હુમલો કરી ફરિયાદી તથા તેના સાહેદ કાકાના દીકરાભાઇ કલ્પેશભાઇ કાંતિભાઇ ચૌહાણને માથાના ભાગે ફટકારી લોહિયાળ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ નાસી છૂટ્યાં હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. આ અંગે ચકલાસી પોલીસે ચાર શખસ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...