તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અલીણા ગામે પાણી બાબતે પંચાયતના સભ્ય પર હુમલો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહુધા પોલીસ મથકે ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મહુધાના ગામે મોટા મહોલ્લામાં રહેતા જયંતિભાઈ તળપદા છેલ્લા સાડા ચાર વર્ષથી પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા છે. તેઓ પોતાના વિસ્તારમાં આવેલા બોરકુવાનું પાણી વિસ્તારના 3 ફળિયા અને તળ‌ાવ ફળિયુ તેમજ દેસાઈ વગામાં સવાર-સાંજ છોડવાનું પણ કામ કરે છે. આજે સવારે તેઓ બોરકુવાનું પાણી દેસાઈ વગા અને તળાવ ફળિયામાં છોડી બબુભાઈને ત્યાં બેસવા ગયા હતા. આ સમયે મકસુદમીયા અને અલતાફમીયા સભ્યના ઘરે આવી તેમના પત્નિ અને દિકરી સાથે બોલાચાલી કરતા હતા. જ્યાં જયંતિભાઈ ઘરે આવી પહોંચતા તેમણે બંનેને જણાવ્યુ હતુ કે, તમે મારા પત્નિ અને દિકરીને સાથે કેમ બોલાચાલી કરો છો? જેથી તેમણે જણાવ્યુ હતુ કે, અમારા ફળિયામાં પાણી નથી આ‌વતુ. જેથી જયંતિભાઈએ કહ્યુ હતુ કે, ફળિયામાં તો પાણી ચાલુ છે.

જેથી બંનેએ ઉશ્કેરાઈ ગાળો બોલી સભ્ય પર હુમલો કર્યો હતો.મકસુદમીયાએ જયંતિભાઈની ફેટ પકડી ગળદાપાટુનો માર માર્યો હતો. જ્યાં જયંતિભાઈના પત્નિ અને દિકરી છોડાવવા માટે વચ્ચે પડતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા નજીકમાંથી લોકો આવી જતા ચારેય લોકો જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. આ અંગે મહુધા પોલીસ મથકે ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...