ક્રાઈમ:મહેમદાવાદના રાસ્કામાં જમીન બાબતે હુમલો

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદના રાસ્કામાં જમીનની જૂની અદાવતમાં બે પરિવારો સામસામે આવી જતાં મામલો ઉગ્ર બન્યો હતો. ધારિયા - લાકડીથી હુમલો કર્યા બાદ આ મામલો પોલીસ મથકે પહોંચતાં પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે. મહેમદાવાદના રાસ્કામાં રહેતા રાવજીભાઇ બાબુભાઇ દેવિપુજકને નજીકમાં રહેતા સોમાભાઇ જેલાભાઇ દેવિપુજક, પ્રભાત દેવિપુજક, તખત દેવિપુજક તથા મહેન્દ્ર દેવિપુજક સાથે જમીન બાબતે તકરાર ચાલે છે અને આ બાબતનો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. ગુરૂવારે આ ચારેય શખ્સો હાથમાં ધારિયા - લાકડી લઇને આવ્યા હતા અને જમીન બાબતે ફરીથી તકરાર કરીને, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મહેમદાવાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...