તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:નડિયાદ નગરપાલિકાના કોંગ્રેસ ઉમેદવાર પર હુમલો, ખોડીયાર ગરનાળા નીચે ઇજાગ્રસ્ત મળ્યા

નડિયાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

નડિયાદ પાલિકાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવે સમયે કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો થતાં ભારે હોબાળો મચ્યો છે. હાલ ઉમેદવારને સારવાર હેઠળ મહાગુજરાત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો હોસ્પિટલ પર પહોંચ્યાં હતાં. નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં.3માં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરનારા દીપક વાઘેલા ગુરૂવારની રાત્રે ખોડીયાર ગરનાળા પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યાં હતાં.

આ બાબતે કોંગ્રેસના આગેવાનોને જાણ થતાં તેઓ તુરંત ખોડીયાર ગરનાળા પર પહોંચ્યાં હતાં. દીપકના બન્ને પગે ખૂબ જ મારમાર્યો હોવાનું અને તે ઉભા પણ રહી શકતાં ન હોવાનું જોવા મળ્યું હતું. આથી, તાત્કાલિક મહાગુજરાત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવના પગલે શહેરમાં ભારે હોબાળો મચી ગયો હતો અને કોંગ્રેસના ટેકેદારો હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો