વિવાદ:વસોના બામરોલીમાં પૈસાની લેતી દેતી મામલે હુમલો

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસો તાલુકાના બામરોલી ગામે રહેતા જીતેન્દ્રભાઇ મણીભાઇ પ્રજાપતિ પોતાના મિત્ર સાથે મંદિર ગયા હતા. ત્યાં વિરેન્દ્રસિંહ હાથમાં લાકડી લઇને ઉભો હતો. વિરેન્દ્રએ તે મારા પિતા પાસેથી રૂ.50 હજાર લીધા હતા તે  આપતો કેમ નથી ? તેમ કહેતાં જીતેન્દ્રભાઇએ રૂ.14 હજાર આપવાના છે તેમ કહેતા વિરેન્દ્ર ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી જીતેન્દ્રભાઇએ અપશબ્દો બોલવાની ના પાડતાં વિરેન્દ્રએ તેમને લાકડીથી મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વસો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...