વિવાદ:ગળતેશ્વરના સોનીપુરામાં આધેડ પર હુમલો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વરના સોનીપુરા ગામે રહેતાં દીનેશભાઇ રાવળે સેવાલિયા પોલીસમથકમાં ગામના જ સુનીલ ભીખાભાઇ રાવળ વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી સોમવારે સવારે પોતાના ઘરે હતા. ત્યારે નજીકમાં રહેતાં સુનીલ ભીખાભાઇ રાવળે ઘરે આવી ફરિયાદીની સાથે જૂના ઝઘડાની અદાવતે બોલાચાલી કરી અપશબ્દો બોલી ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...