તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:ઘર પાસે સાડી બાંધવાનું ના કહી ગાળો બોલતા શખ્સનો હુમલો

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઠાસરાના ઝાલાપુરમાં મારી નાંખવાની ધમકી આપી

ઠાસરાના ઝાલાપુરમાં કૈલાસબેન ચાવડાના પુત્રવધુ ઘરની નજીક આવેલી વાડ પાસે સાડી બાંધવા જતા હતા. તે દરમિયાન નજીકમાં રહેતા રમણભાઈ ચાવડા, રમેશભાઈ અને સાગરભાઈએ અમારી વાડમાં તમારે સાડલો બાંધવાનો નહીં, તેમ કહી ઉશ્કેરાઈ જઈ ગાળો બોલતા કૈલાસબેને ગાળો બોલવાની ના પાડતા રમણભાઈએ લાકડી લઈ આવી તેમને માર માર્યો હતો. તેમજ કૈલાસબેનને છોડાવવા માટે રમેશભાઈ વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. જે દરમિયાન બુમાબુમ કરતા ત્રણેયે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. જે સંદર્ભે કૈલાસબેન ચાવડાએ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે આ ઘટનામાં સામા પક્ષે રમણભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, તેઓ ઘરે હતા તે સમયે કૈલાસબેન અને તેમના પુત્રવધુ રમણભાઈના ખેતરની વાડમાં સાડલો બાંધતા હોવાથી તેમને પોતાની જમીનમાં સાડલો ન બાંધવા જણાવ્યુ હતુ. જેથી કૈલાસબેન તેમના સસરા નાનસિંહ રમણભાઈને ગાળો બોલવા લાગ્યા હતા. જ્યાં ગાળો બોલવાની ના પાડતા નાનસિંહ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો. આ સમયે નાનસિંહના પક્ષમાં રહી સોમાભાઈ ચાવડા લાકડી લઈ આવી ફરિયાદીના દિકરા જે છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, તેમની પર પણ હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો