તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:નડિયાદના નરસંડામાં આડા સંબંધના વહેમમાં હુમલો, ચકલાસી પોલીસે 3 સામે ગુનો નોંધ્યો

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નરસંડાના છાપલીપુરામાં રહેતા અરવિંદભાઇ પરમારના પુત્ર ચંદ્રકાન્તને નજીકમાં રહેતી યુવતી સાથે સંબંધ હોવાનો વહેમ રાખીને તેના પરિવારજનો ઝઘડો કરવા આવ્યા હતા. આ ઝઘડા દરમિયાન અરવિંદભાઇના નાના ભાઇ દિનેશભાઇ વચ્ચે પડતાં, વિષ્ણુ જાદવ, વિષ્ણુની બહેન ગીતા અને ગીતાબેનના દીકરાએ દિનેશભાઇને માર માર્યો હતો. ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. બાદમાં દિનેશભાઇએ પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. જેથી તેમને સ્થાનિક તબીબને ત્યાં લઇ ગયા હતા. જોકે, ફરી તેમને પેટમાં દુ:ખાવો થતાં તેમને પરિવારજનો કરમસદ લઇ ગયા હતા. જ્યાં આંતરીક ઇજાઓને કારણે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, બાદમાં દિનેશભાઇ ભાનમાં નથી આવ્યા. આ મામલે અરવિંદભાઇની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે 3 સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો