• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • 'Atmanirbhar Gram Yatra' Will Start From Kheda District From Next 18th November, Preparations Have Been Made For The Arrival Of Chief Minister.

તૈયારીઓ પૂર્ણ:'આત્મનિર્ભર ગ્રામ યાત્રા'નો આગામી 18મી નવેમ્બરથી ખેડા જિલ્લામાંથી પ્રારંભ થશે, મુખ્યમંત્રીના આગમનને લઇ તૈયારીઓ આટોપી લેવાઇ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી

ખેડા જિલ્લામાં આગામી 18મી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવનાર છે. અહીંયાથી રાજ્ય કક્ષાના આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ થનાર છે. જે માટેની સંપૂર્ણ તૈયારીઓ વહીવટ તંત્ર દ્વારા આટોપી લેવાઇ છે.

આગામી 18મી નવેમ્બરને ગુરૂવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા'નો શુભારંભ થનાર છે. આ રાજ્ય કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્ક્ષતામાં જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

જિલ્લા કલેક્ટરે આ બેઠકમાં દરેક વિભાગની તૈયારીઓની તલસ્પર્શી સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા પોલીસ વડા કલ્પેશ ચાવડા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...