• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • At Night In Kheda's Big Kaloli Wenkarwas, A Woman Went Out Of The House To Urinate And A Neighbor Called Men From Outside And Tried To Get Respect.

નિર્લજ્જ હુમલો:ખેડાના મોટી કલોલી વણકરવાસમાં રાત્રે મહિલા લઘુશંકા કરવા ઘર બહાર નીકળી અને પાડોશીનો બહારથી માણસો બોલાવી આબરૂ લેવાનો પ્રયાસ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સવારે પરિણીતા અને પતિ પર હુમલો કરી પડોશીએ કહ્યું રાત્રે માણસો બોલાવી મેં જ નિર્લજ્જ હુમલો કરાવ્યો હતો

ખેડાના મોટી કલોલી વણકરવાસમાં રહેતા મનીષાબેન રોહિત ઉ.30 ગત બુધવારે વહેલી સવારે જરૂરી કામથી ઘરની બહાર નીકળ્યા હતા, તે સમયે પડોસમાં રહેતા દીલીપ સોલંકી ત્યા દોડી આવ્યો હતો, અને મનીષાબેનને પાછળથી પકડી બળજબરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ બુમાબુમ કરતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.

પરંતુ ગત રવિવારના રોજ વહેલી સવારે મનીષાબેન રોહિતના પતિ કાળીદાસ રોહિત દુધ લઈ ઘરે પરત ફરી રહ્યા હતા, તે સમયે ફળીયામાં રહેતા વર્ષાબેન પરમારે ગાળો બોલી બુધવારે રાત્રે બનેલ ઘટના મેજ કરાવી છે, તેમ કહ્યું હતું. ઉપરાંત તેના પર બહારથી માણસો બોલાવી બળાત્કાર કરાવીશ અને જીંદગી બરબાદ કરી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.

એટલે થી ન અટકતા વર્ષાબેને કાળીદાસ પર પથ્થર થી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ તેમના પતિ મહેન્દ્રભાઈ પરમારે સરા જાહેર કપડા ઉતારી નાખી મનીષાબેન પર બળાત્કાર કરવાની ધમકી આપી લાકડીથી હુમલો કર્યો હતો, જેમાં તેઓને ઇજા પહોંચી હતી. જોકે ત્યારબાદ પરમાર દંપત્તિ પોતાના ઘરમાં જતા રહ્યા હતા. જેથી ગભરાઈ ગયેલા રોહિત પરિવાર દ્વારા ખેડા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...