તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:દેવુસિંહ કેન્દ્રમાં : વતનમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં હકડેઠઠ મેદની

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રમાં રાજ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર દેવુસિંહ ચૌહાણનું માતર અને મહેમદાવાદ વિધાનસભામાં વિસ્તારમાં ભવ્ય સ્વાગત કરાયુ હતુ. - Divya Bhaskar
કેન્દ્રમાં રાજ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર દેવુસિંહ ચૌહાણનું માતર અને મહેમદાવાદ વિધાનસભામાં વિસ્તારમાં ભવ્ય સ્વાગત કરાયુ હતુ.
  • માતર અને મહેમદાવાદમાં બહુમાન કરવામાં આવ્યું
  • સ્વાગત પૂર્વે સમારંભના સ્થળ સુધી 500 બાઇક સાથે જન રેલી

કેન્દ્રમાં રાજ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર તેઓ જન આશીર્વાદ યાત્રા સાથે ખેડા જિલ્લામાં ફાગવેલ થઈ ડાકોર અને ત્યારબાદ નડિયાદ પહોંચ્યા હતા. ત્યારે આજે તેમનો માતર અને મહેમદાવાદ વિધાનસભામાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.

માતર અને મહેમદાવાદ વિધાનસભા વિભાગના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ધાર્મિક સંસ્થાઓ દ્વારા સંચાર રાજ્યમંત્રી દેવુસિંહનું સ્વાગત કરી બહુમાન કરાયું હતું. સમારંભ પૂર્વે માતરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પહોંચી સ્વામી શ્રીજીના દર્શન કરી મંદિરના સંતો પૂ.દિગંતકીર્તિ સ્વામી, પ્રિયવર્ધન સ્વામી સહિતના સંતોના આશીર્વાદ લીધા હતા.

જ્યાં સંતો અને હરિભકતોએ દેવુસિંહનું પુષ્પગુછથી બહુમાન હતું. ખેડા જિલ્લાના માતરમાં સંચાર રાજ્યમંત્રી દેવુંસિંહ ચૌહાણના સ્વાગત પૂર્વે ખોડિયાર ચોકડીથી માનવ પરિવાર સમારંભના સ્થળ સુધી ભવ્ય જન રેલી યોજી હતી. 500 જેટલા બાઈકો આ રેલીમાં જોડાયા હતા. માતર એ દેવુસિંહ ચૌહાણની શરૂઆતી કર્મભૂમિ છે જ્યાંથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા બાદ આજે તેઓ કેન્દ્રમાં મંત્રી બન્યા છે. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, માતરના ધારાસભ્ય કેસરીસિંહ અને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સહિતના દિગ્ગજ ભાજપી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...