ચૂંટણી:નડિયાદ બાર એસોસિએશનની 12 બેઠકોની ચૂંટણી યોજાઈ, પ્રમુખ પદે વસંત ભટ્ટ ચૂંટાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ પદ માટે ઉભેલા વસંત કાંતીલાલ ભટ્ટને 270 મત મળ્યા જ્યારે ઉપપ્રમુખ માટે અનીલ વસંતભાઈ ગૌતમને 258 મત મળ્યા

નડિયાદ બાર એસોસિએશનના વર્ષ 2022ના હોદ્દેદારોની 14 પૈકી 12 બેઠકોની ચૂંટણી ગઈકાલે શુક્રવારે યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદે વસંત ભટ્ટ અને ઉપપ્રમુખ પદે અનિલભાઈ ચૂંટાયા છે. નડિયાદ એસોસિએશનમાં 14 હોદ્દેદારોની બેઠક છે. જે 14 પૈકી બે બેઠક બિનહરીફ બની છે. જેથી બાકી રહેલી 12 બેઠકોની શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી.

આ ચૂંટણીને લઈને કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલ વર્તુળમાં ગરમાવો આવી ગયો હતો. ચૂંટણી બાદ તે દિવસે જ સાંજે મતગણતરી યોજાઈ હતી. મધરાત સુધી મતગણતરી ચાલી હતી. આ મતગણતરીમાં પ્રમુખ માટે ઉભેલા વસંત કાંતીલાલ ભટ્ટને 270 મત મળ્યા હતા. જેથી તેઓ વિજય થયા હતા. તો ઉપપ્રમુખ માટે અનીલ વસંતભાઈ ગૌતમ 258 મત મળ્યા હતા.

આ ઉપરાંત સેક્રેટરી પદે ઉભેલા સબ્બીર એ. અબ્બાસીને 286 મત મળ્યા હતા. જો. સેક્રેટર માટે અશોક રામજીભાઈ મહીડાને 315 મત મળ્યા હતા. આથી આ તમામ લોકો વિજય બન્યા છે. તો 8 બેઠક કારોબારી સભ્યની છે. જેમાં સોમા પરમારને 269, જીગરકુમાર કનભાઈ પ્રજાપતિને 282, નટુ સોમાભાઈ રોહીતને 303, પ્રિતેશકુમાર અશોકભાઈ પટેલને 347, રિતેશકુમાર કૌશીકભાઈ પટેલને 273, સાગર રાજેશકુમાર ભટ્ટને 314, સુભાષ ઉમેદભાઈ મેકવાનને 282 અને યોગેશકુમાર પ્રવિણભાઈ હીરાગરને 259 મત મળતાં આ તમામ લોકો વિજય થયા છે.

આ મતગણતરી મોડી રાત સુધી ચાલી હતી. પરિણામ જાણવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિજય ઉમેદવારોને તેમના ટેકેદારોએ વધાવી લીધા હતા. આજે નડિયાદ બાર એસોસીએશને ઠરાવ કરી કોર્ટમાં કામ બંધ રાખ્યું હતું. કેમકે મોડી રાત સુધી ગણતરી ચાલી હોવાને કારણે વકીલો હાજર ન હોય આજે કોર્ટમાં આવી શક્યા નહોતા. જેથી કામકાજ બંધ જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...