તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અમદાવાદના દંપતીએ બાળકીને દત્તક લેતાં જ કહ્યું ‘અમારા ઘરે થયું લક્ષ્મીનું આગમન’

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના નિઃસંતાન દંપતીને બાળકી સોંપવામાં આવી હતી. - Divya Bhaskar
અમદાવાદના નિઃસંતાન દંપતીને બાળકી સોંપવામાં આવી હતી.
  • નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમમાં એડોપ્શન વેળા ભાવુક દ્રશ્યો સર્જાયા

નડિયાદમાં આવેલ માતૃછાયા અનાથ આશ્રમમાં આજે ભાવુક દ્રશ્યો સર્જાયા. પ્રસંગ હતો દીકરીને દત્તક લેવાનો. અમદાવાદના જીવરાજપાર્કમાં રહેતા પલક અ્ને પ્રિયાંશુ શાહને લગ્નના 14 વર્ષ બાદ પણ સંતાનસુખ ન થતા તેઓએ બાળક દત્તક લેવા માટે ભારત સરકારના સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ એજન્સીમાં અરજી કરી હતી. કાયદાકીય કાર્યવાહીના અંતે નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમમાંથી દીકરીને દત્તક લેવાનું નક્કી થતાં આજરોજ એડોપ્શન માટેની ઔપચારિક ઉજવણી રાખવામાં આવી હતી.

દરમિયાન મુખ્ય મહેમાન બનેલા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે દીકરીને દંપતીના ખોળામાં આપવામાં આવી હતી. જે દરમિયાન પતિ-પત્ની બોલી ઉઠ્યા હતા કે ‘અમારા ઘરે થયું લક્ષ્મીનું આગમન’ આટલું કહેતા જ બંનેની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા હતા. મહત્વની વાત છે કે, નડિયાદ સ્થિત માતૃછાયા અનાથ આશ્રમ દેશ વિદેશના દંપતીની સુની ગોદ ભરવામાં અને અનાથ બાળકોને પરિવાર આપવામાં મદદરૂપ બન્યું છે.

આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં ચાઇલ્ડ વેલફેર કમિટિના ચેરમેન ભુપેન્દ્રભાઇ પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.જી.ભરવાડ, બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલ, આશ્રમના ડાયરેક્ટર મીના મેકવાન સહિત સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...