કાર્તિકી સમૈયાનો બીજો દિવસ:વડતાલ સમૈયામાં આવતીકાલે એક NRI સહિત 41 જેટલા યુવાનો દીક્ષા ગ્રહણ કરશે

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંપ્રદાયના પાયામાં સાચા સંતોનું યોગદાન છે, સંતો મોક્ષદ્વાર છે: જ્ઞાનજીવન સ્વામી

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામમાં કાર્તિકી સમૈયાનો દબદબાભેર આરંભ થયો છે. જ્ઞાનજીવનદાસજી સ્વામીએ વ્યાસપીઠ પરથી વચનામૃત કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે, આ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામી છે. 220 વર્ષ પહેલા જેતપુરમાં રામાનંદસ્વામીએ ગાદી સ્વામિનારાયણ ભગવાનને સોંપી હતી.

નંદ સંતો અને દાસ સંતોએ આ સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કર્યો છે, કરે છે અને કરતા રહેશે. સંતના લક્ષણોથી યુક્ત વ્યક્તિ સાક્ષાત ભગવાનની જેમ સેવા કરવા યોગ્ય છે. શુદ્ધ મુમુક્ષુ અને સાચા સંતનો સંયોગ થાય છે ત્યારે જીવનમાં ભગવાન પ્રગટ થાય છે આ વચનામૃતનો સાર છે અને ભગવાનશ્રી સ્વામિનારાયણનો મંત્ર છે. આપણે એ ઊંચાઈ મેળવવાની છે.

સોમવારે પ્રબોધિની એકદિશીના દિને ગોપાળાનંદસ્વામીના આસને એક એન.આર.આઈ. સહીત 41 જેટલા યુવાનો આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ભાગવતી દિક્ષા ગ્રહણ કરશે. સાંજે 5:00 કલાકે ગોમતીજીથી જળયાત્રા નીકળી મંદિર પહોંચશે. રાત્રે 8:30 કલાકે સ્વામિનારાયણ રાસ-થ્રિડી ફિલ્મનું આચાર્યરાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા કોઠારી ડો.સંતસ્વામીના હસ્તે વિમોચન થશે. આ પ્રસંગે બોલીવૂડ સિંગર દિલેર મહેંદી પોતાની ટીમ સહીત ખાસ ઉપસ્થિત રહેશે. શ્યામસ્વામી આ વિશેષ કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...